Jagannath Rath Yatra: ભગવાન જગન્નાથની રથયાત્રા ગઇકાલે શુક્રવાર, 27 જૂન 2025 ના રોજ અષાઢી બીજથી ઓડિશાના પુરીમાં શરૂ થઈ. પરંપરાગત રીતે દર વર્ષે આ ભવ્ય યાત્રા પુરીના જગન્નાથ મંદિરથી શરૂ થઈને ગુંડીચા મંદિર સુધી જાય છે.
જગન્નાથ મંદિર માત્ર ભક્તિનું કેન્દ્ર નથી, પરંતુ ભગવાન જગન્નાથના રહસ્યો અને ચમત્કારોનું સાક્ષી પણ છે. જગન્નાથ રથયાત્રા અને મંદિરના રહસ્ય સામે વિજ્ઞાન પણ હાર માની લે છે. ચાલો જાણીએ આ અદભૂત રહસ્યો વિશે.
જગન્નાથ રથયાત્રા વિશે રસપ્રદ તથ્યો
જગન્નાથ રથયાત્રા પુરીથી શરૂ થાય છે અને જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની માસીના ઘરે પહોંચે છે. દર વર્ષે, જગન્નાથ રથયાત્રા માટે નવા લાકડામાંથી એક રથ બનાવવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, ત્રણેયના રથના અલગ-અલગ નામ છે. ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે, જે લાલ અને પીળો રંગનો છે.
તેમના મોટા ભાઈ બલભદ્રના રથનું નામ તાલધ્વજ છે, જે લાલ અને લીલો રંગનો હોય છે. સુભદ્રાના રથને પદ્મ રથ અથવા દર્પદલન કહેવામાં આવે છે, જે કાળો અને લાલ રંગનો છે.
રથયાત્રા શરૂ થયા પહેલા નિભાવવામાં આવે છે ગુડીચા માર્જાનાની વિધિ
જગન્નાથ રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથનો રથ બલભદ્ર અને સુભદ્રા કરતા ઘણો મોટો હોય છે. આ રથની ઊંચાઈ લગભગ 45 ફૂટ છે. રથયાત્રા શરૂ થાય તે પહેલાં, મંદિરમાં એક ખાસ વિધિ કરવામાં આવે છે, જેને 'ગુંડિચા માર્જન' કહેવામાં આવે છે. આ વિધિમાં, મંદિરની સફાઈ કરવામાં આવે છે.
રથયાત્રા શરૂ થાય તે પહેલાં, પુરીના રાજા છેરા પહાડા સોનાના સાવરણીથી રથ અને યાત્રા માર્ગને સાફ કરે છે. જ્યારે જગન્નાથ રથયાત્રા શરૂ થાય છે, ત્યારે તે ગુંડિચા મંદિર સુધી જાય છે. જ્યારે જગન્નાથ રથયાત્રા પાછી આવે છે, ત્યારે તેને બહુડા યાત્રા કહેવામાં આવે છે.
રથયાત્રા થોડીવાર માટે મઝાર પર રોકાય છે
રથયાત્રા દરમિયાન, મંદિરમાં એક ઉપર બીજા સાત માટીના ઘડામાં મહાપ્રસાદ રાંધવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, જ્યારે જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવે છે, ત્યારે રથયાત્રા સાલબેગની મઝાર પર થોડીવાર માટે રોકાય છે.જગન્નાથ રથયાત્રા સમાજમાં એકતા, સમર્પણ અને ભક્તિનું પ્રતીક છે. એવું કહેવાય છે કે જગન્નાથ રથયાત્રાનું દોરડું ખેંચવું એ આત્માની શુદ્ધિનું એક સાધન છે.