Guru Pushya Yog: 25 મેના રોજ ગુરુ પુષ્ય યોગ છે. આ ગુરુ પુષ્ય યોગની સાથે સાથે 5 શુભ યોગ બની રહ્યા છે. જેમા વૃદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગનો સમાવેશ થાય છે. જેને  અતિ શુભ માનવામાં આવે છે, જેના કારણે કેટલીક રાશિઓ પર ધનનો વરસાદ થશે. 


ક્યારે બને છે આ શૂભ ગુરુ પુષ્ય યોગ


જ્યારે ગુરુવારના દિવસે આ પુષ્ય નક્ષત્ર હોય છે, ત્યારે આ અતિ દુર્લભ ગુરુ પુષ્ય યોગ બને છે. અને આ યોગ ખૂબ જ શુભ ફળદાયી હોય છે. 


ગુરુ પુષ્ય યોગથી કઈ રાશિઓને ફાયદો થશે



  • વષભ  રાશિ: વ્યાપારમાં લાભ પ્રાપ્ત થઈ શક છે. નોકરી કરતા લોકોના પગારમાં વધારો થવાનો યોગ બની રહ્યો છે. નવા લોકો સાથે મુલાકાત થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો સાબિત થશે. આ ઉપરાંત દામ્પત્ય જીવન સુખમય રહેશે. નોકરીમાં સહકર્મી સાથે સારા સંબંધ વિકશે. 

  • મિથુન રાશિ: તમારા કાર્યક્ષેત્રમાં તેમને ગુરુ પુષ્ય યોગ ઉંચા પદ પ્રાપ્ત કરાવશે. પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. ભાગ્યનો સાથ મળી રહેશે. 

  • સિંહ રાશિ: સિંહ રાશિના જાતકોને સંતાન પક્ષથી ખૂશખબરી મળી શકે છે. ગુરુ પુષ્ય યોગના પ્રભાવથી ધંધા- રોજગારમાં લાભ પ્રાપ્ત થાય. વ્યાપારીઓ માટે આ સમય શુભ ફળ આપનારો સાબિત થશે. પરંતુ સ્વાસ્થ્યની કાળજી રાખવી  જરુરી છે. 

  • કન્યા રાશિ: કન્યા રાશિના જાતકો માટે રોકાણ કરવા માટે આ સમય ઘણો ઉચિત ગણવામાં આવે છે. પોતાના કાર્યક્ષેત્રમાં જવાબદારી વધી શકે છે પરંતુ તેનો લાભ મળશે. અને પાર્ટનરનો સહકાર મળશે. સહકર્મચારીઓનો પણ સહકાર સારો પ્રાપ્ત થશે. 


ગુરુ પુષ્ય યોગમાં ઘરે લાવો આ 5 શુભ ચીજો, ક્યારેય ખાલી નહીં થાય તિજોરી


જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ પુષ્ય યોગને સિદ્ધ મુહૂર્ત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલું સોનું વ્યક્તિની સંપત્તિમાં વધારો કરે છે, પરંતુ જો તમે સોનું ખરીદી શકતા ન હોવ તો આ દિવસે ઘરમાં એકલું નારિયેળ લાવીને સ્થાપિત કરવાથી પ્રગતિ થાય છે. એકાક્ષી નાળિયેરને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ સાથે બિઝનેસ બમણી ઝડપે વધે છે.



  •  ગુરુ પુષ્ય યોગના દિવસે ઘરે કે દુકાનમાં ઐશ્વર્ય વૃદ્ધિ યંત્ર સ્થાપિત કરો. પૂજા કર્યા પછી તેને તિજોરીમાં રાખો, આના કારણે તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં રહે અને ધનની વૃદ્ધિ થતી રહેશે.

  • ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે શંખપુષ્પીનું મૂળ લાવવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. પુષ્ય યોગમાં તેને ઘરે લાવીને ગંગાજળથી ધોઈ લો, વિધિ-વિધાન પ્રમાણે પૂજા કર્યા પછી તેને તિજોરીમાં કે ધન સ્થાનમાં ચાંદીની પેટીમાં રાખી દો. એવું કહેવાય છે કે તે લક્ષ્મીને આકર્ષે છે.

  • ગુરુ પુષ્ય નક્ષત્રમાં સાંજે લક્ષ્મીની પૂજા કરો. જૂના ચાંદીના સિક્કા અને રૂપિયા સાથે ગાયો રાખીને કેસર અને હળદરથી તેમની પૂજા કરો. પૂજા કર્યા પછી તેને તિજોરીમાં રાખો એવી માન્યતા છે કે આવું કરવાથી પર્સમાં હંમેશા પૈસા ભરેલા રહે છે.

  • આ દિવસે તમે પિત્તળનો હાથી પણ ખરીદી શકો છો. તેને સમૃદ્ધ માનવામાં આવે છે, ઘરમાં રહેવાથી પૈસાની કમી નથી હોતી, સકારાત્મકતા પ્રવર્તે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.