Guruwar Puja Mantra: ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. જે વ્યક્તિની કુંડળીમાં કોઈ ખામી હોય, પૈસાની તંગી હોય, પ્રગતિના તમામ માર્ગો બંધ હોય, લગ્નમાં વિઘ્ન આવે, ધંધામાં નુકસાન થાય. આવા લોકોએ ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. કેટલીક ખાસ વાતોને ધ્યાનમાં રાખીને જો પૂજા કરવામાં આવે તો તેની સકારાત્મક અસર જોવા મળે છે.
આ વાતોનું રાખો ધ્યાન
- જો તમે ગુરુવારે પૂજા કરવા જઈ રહ્યા છો તો વહેલી સવારે પાણીમાં હળદર નાખો અને તેનાથી સ્નાન કર્યા પછી જ પૂજા પર બેસો. આમ કરવાથી મન એકાગ્ર બને છે અને શરીરને રોગોથી મુક્તિ મળે છે.
- ભગવાન વિષ્ણુને કેળાનું વૃક્ષ વધુ પ્રિય છે, એટલા માટે જો શક્ય હોય તો કેળાના ઝાડ પાસે બેસીને પૂજા કરવી જોઈએ અને કેળાના ઝાડની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી પણ લાભ મળે છે.
- પીતાબંર ધારી ભગવાન વિષ્ણુને પીળો રંગ પ્રિય છે. સ્નાન કર્યા પછી પૂજા સમયે પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ, પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ.
- ऊं बृ बृहस्पतये नमः નો જાપ એકાગ્ર મન અને ભક્તિ સાથે 108 વાર કરવો જોઈએ.
ગુરુવારની પૂજાનો લાભ
- ગુરુવારની પૂજા કરવાથી કુંડળીના દોષ દૂર થાય છે.
- જે વ્યક્તિ આ દિવસે પૂજા કરે છે તેને ધનની કમી નથી હોતી, ધનની અછત દૂર થઈ જાય છે.
- ગુરુવારની પૂજા કરનાર વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરાઈ જાય છે અને તેની પ્રગતિના માર્ગો ખુલી જાય છે.
- જો કોઈ વિશેષ વ્યક્તિના લગ્નમાં કોઈ અડચણ આવતી હોય તો ગુરુવારે પૂજા કરવાથી તેના લગ્નમાં અડચણ આવતી નથી.
કેટલા ગુરુવારે વ્રત રાખવું જોઈએ?
ભગવાન વિષ્ણુ અને ગુરુની કૃપા મેળવવા માટે આ વ્રત સતત 16 ગુરુવાર સુધી રાખવું જોઈએ. ઉપવાસનું ઉથાપન 17માં ગુરૂવારે કરવું જોઈએ. જે સ્ત્રીઓ માસિક ધર્મના કારણે પૂજા કરી શકતી નથી તેમણે પછીના ગુરુવારે ઉપવાસ કરવો જોઈએ. ગુરુવારના ઉપવાસ 1, 3, 5, 7, 9, 11 વર્ષ અથવા જીવનભર રાખી શકાય છે.
ગુરુવારના વ્રતની પૂજા વિધિ
- ગુરુવારના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરો અને બાદમાં પીળા વસ્ત્રો પહેરો.
- પૂજાની ચોકી પર ભગવાન વિષ્ણુની તસવીર સામે ઘીનો દીવો કરો અને 16 ગુરુવાર વ્રતનો સંકલ્પ લો.
- એક કળશમાં પાણી અને હળદર નાંખી પૂજા સ્થાન પર રાખો.
- ગુરુવાર વ્રત પૂજામાં પીળા રંગ સંબંધિત ફૂલ, વસ્ત્ર, ફળ, પીળા ચોખા વગરે ભગવાન વિષ્ણુને અર્પણ કરો.
- પૂજામાં બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવા માટે બીજ મંત્ર ‘ॐ बृं बृहस्पतये नम:’ નો જાપ કરો.
- ભગવાન વિષ્ણુને ગોળ અને ચણાની દાળ અર્પણ કરો અને પછી ગુરુવારના વ્રતની કથાનો પાઠ કરો અને અંતમાં ભગવાન વિષ્ણુની આરતી કરો.
- ગુરુવારે કેળાના ઝાડની વિશેષ પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. ઘરમાં પૂજા કર્યા પછી કળશમાં ભરેલું પાણી કેળાના ઝાડના મૂળમાં નાખો.
- નિયમ અનુસાર આ વ્ર્તમાં એક સમય મીઠા વગરનું પીળું ભોજન કરવું જોઈએ.
- ગુરુવારના દિવસે પૂજા બાદ પીળા વસ્ત્ર, પીળું અનાજ, હળદર, કેળા વગેરેનું દાન કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થાય છે.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચોઃ
Vastu Tips: આર્થિક તંગીથી રહો છો પરેશાન ? ઘરના મુખ્ય દ્વાર પર કરો આ બદલાવ