અમદાવાદઃ આજથી પાંચ દિવસ ચાલનારા દિવાળીના પર્વની શરૂઆત થઇ ગઇ છે. આજે વાગબારસ અને સાંજે ચાર વાગ્યા બાદ ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. વૈધૃતિ યોગમાં તેરસ હોવાથી અને સુર્યાદય તિથીને જોતા કાલે સુર્યોદય બાદ ધનતેરસની પુજા કરવામાં આવશે. વૈધૃતિ યોગ હોવાથી બપોર પછી શુભ ફળ મળશે, જ્યારે ભદ્રા પાતાલ લોકમાં હોવાથી હોવાના કરાણે ધમનાગમન માટે સારો યોગ સર્જાયો છે. ધનતેરસની પુજા શુક્રવારે સાંજે 5.35 થી 6.18 વાગ્યાના સમય સુધી શ્રેષ્ઠ મુહૂર્ત રહેશે.