Vastu Tips: ઘરની ઉત્તર દિશામાં રાખેલી આ 5 વસ્તુઓ બને છે તમારી કંગાળીનું કારણ, દૂર થતાં જ બદલાઈ જશે ભાગ્ય

Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે તમારે આ દિશામાં કઈ વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ.

Continues below advertisement

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશાનું પોતાનું મહત્વ છે. દિશાઓની વિશેષતાઓ અનુસાર જો આપણે ઘરની સજાવટ કરીએ તો આપણને ઘણા લાભ મળી શકે છે. જો તમે ઘરમાં એવી વસ્તુઓ રાખો છો જે દિશાની વિરુદ્ધ હોય તો તમારે ઘણાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરની ઉત્તર દિશામાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ. જો તમે આ વસ્તુઓને ઉત્તર દિશામાંથી દૂર કરશો તો તમારું ભાગ્ય ચમકી શકે છે.

Continues below advertisement

ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ઉત્તર દિશામાં ન રાખો

જો તમે ઘરની ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશામાં કોમ્પ્યુટર, ટીવી, ફ્રિજ અથવા તેના જેવી કોઈ વસ્તુ રાખો છો તો તેનાથી આર્થિક સમસ્યા થઈ શકે છે. ઉત્તર દિશાનો સ્વામી કુબેર છે, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ કુબેર દેવ સાથે સબંધિત નથી. જો તમે આ દિશામાં ઈલેક્ટ્રોનિક વસ્તુઓ રાખો છો તો તે યોગ્ય નથી માનવામાં આવતું.

ભૂલથી પણ આ દિશામાં કચરો ન રાખવો

જો ઘરની ડસ્ટબીન ઉત્તર દિશામાં હોય તો તેને આજે જ કાઢી નાખો. આ દિશામાં કચરો રાખવાથી તમે ગરીબ બની શકો છો. આ ઉપરાંત, તમારે આ દિશામાં ગંદકી ફેલાવવાનું ટાળવું જોઈએ, આ દિશા જેટલી વધુ વ્યવસ્થિત અને સ્વચ્છ રહેશે, તેટલો તમને ફાયદો થશે. તેનાથી કુબરદેવ પ્રસન્ન થાય છે અને તમને ધનની પ્રાપ્તિ થાય છે.

ઉત્તર દિશામાં કાળી વસ્તુઓ ન રાખવી

કાળા રંગની વસ્તુઓ ક્યારેય ઉત્તર દિશામાં ન રાખવી જોઈએ. આ ઉપરાંત, તમારે આ બાજુની બારી કે દરવાજા પર ઘેરા રંગના પડદા નાખવાનું ટાળવું જોઈએ. આના કારણે તમારા ઘરનું વાતાવરણ બગડી શકે છે, તમને માત્ર આર્થિક નુકસાન જ નહીં પરંતુ ઘરના લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પણ તેની વિપરીત અસર પડે છે. તેથી ઉત્તર દિશામાં કાળા રંગનો ઉપયોગ ન કરવો.

તૂટેલી અને જૂની વસ્તુઓ

તૂટેલી વસ્તુઓ કે જૂની વસ્તુઓને ભૂલથી પણ ઉત્તર દિશામાં ન રાખવી જોઈએ. જો તમે આવી વસ્તુઓને ઉત્તર દિશામાં રાખશો તો તમે ઈચ્છવા છતાં પણ ધનનો સંગ્રહ કરી શકશો નહીં. આના કારણે તમારે વારંવાર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ દિશામાં ભારે ફર્નિચર ન રાખવું

જો તમે ઘરની ઉત્તર દિશામાં સોફા, પલંગ અને અલમારી જેવા ભારે ફર્નિચર રાખો છો, તો તમારે તેમાં પણ ફેરફાર કરવા જોઈએ. આ વસ્તુઓને ઉત્તર દિશામાં રાખવાથી તમને કોઈ ફાયદો થશે નહીં. આના કારણે તમને અચાનક નુકસાન થઈ શકે છે. ખૂબ ભારે વસ્તુઓ આ દિશાની ઊર્જાને અવરોધે છે. ધનના દેવતા કુબેરની આ દિશા હોવાથી અહીં ભારે વસ્તુઓ રાખવાથી તમારા બેંક બેલેન્સ પર સીધી અસર પડે છે.

આ વસ્તુઓને ઉત્તર દિશામાં રાખો

જો તમે આજે ઉપર જણાવેલ બધી વસ્તુઓને ઉત્તર દિશાથી દૂર કરશો તો તમને આર્થિક રીતે ઘણા સારા પરિણામો મળી શકે છે. હળવા રંગોનો ઉપયોગ કરવાથી, છોડ રાખવાથી, દેવી-દેવતાઓના ચિત્રો ઉત્તર દિશામાં રાખવાથી તમને લાભ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો...

પતિ-પત્નીના સંબંધોમાં આવતી સમસ્યાઓ દૂર કરે છે બે મુખી રુદ્રાક્ષ, જાણી લો ધારણ કરવાનો નિયમ 

Continues below advertisement
Sponsored Links by Taboola