જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના સેનાપિતી મંગળને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બધા ગ્રહો ચોક્કસ સમયગાળા પછી તેમની રાશી બદલે છે, જેને ગોચર કહેવામાં આવે છે. જ્યારે આ ગ્રહો રાશિઓમાં પ્રવેશ કરે છે ત્યારે ઘણા ગ્રહોનું મિલન થાય  છે અને અલગ-અલગ પ્રકારના રાજયોગ બને  છે. નવેમ્બર મહિનામાં રાક્ષશોના ગુરુ શુક્ર ધન રાશિમાં અને ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે, એવામાં શુક્ર અને ગુરુનું એકબીજાની રાશિમાં હોવુ પરિવર્તન રાજયોગ બનાવશે જ્યોતિષ શાસ્ત્ર મુજબ, મનના કારક ગુરુ હાલમાં વૃષભ રાશિમાં છે, જે શુક્રની પોતાની રાશિ છે. વૈભવ, સુંદરતા અને સંપત્તિ આપનાર શુક્ર 7 નવેમ્બરના રોજ ધનરાશિમાં પ્રવેશ કરશે અને 28 ડિસેમ્બર સુધી અહીં રહેશે. ધન ગુરુની રાશિ છે, એટલે ગુરુ અને શુક્રનું એકબીજાની રાશિમાં રહેવું પરિવર્તન રાજયોગ બનાવશે, જે આ રાશિઓ માટે ખૂબ ભાગ્યશાળી સાબિત બનશે.



સિંહ રાશિ 


સિંહ રાશિવાળા માટે ગુરુ-શુક્રનું રાશિ પરિવર્તન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સિંહ રાશિમાં શુક્ર પાંચમા ભાવમાં અને ગુરુ  બૃહસ્પતિ દશમાં ભાવમાં છે. આ રાશિના લોકોને બાળકો તરફથી કેટલાક સારા સમાચાર મળી શકે છે. બાળકો શિક્ષણના ક્ષેત્રમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આદર વધારવાની સંભાવના છે. ગુરુ અને શુક્રની સારી સ્થિતિને કારણે સુખ, વૈભવ, આદર અને સંપત્તિ વધશે. આ રાશિના લોકોને સરકારી નોકરી મળે તેવી સંભાવના છે. જેઓ વ્યવસાય સાથે સંકળાયેલા છે,તેમને કારકિર્દીમાં સારી સફળતા મળી શકે છે.


કન્યા રાશિ 


કન્યા રાશિના જાતકો માટે ગુરુ-શુક્રના કારણે બની રહેલું રાશિ પરિવર્તન ખૂબ જ ફાયદાકારક રહેશે. તમારી રાશિમાં શુક્ર ચોથા અને ગુરુ ગુરુ નવમા  ભાવમાં રહશે.એવામાં  કન્યા રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળશે અને ખૂબ જ પૈસા મળવાની સંભાવના છે. ઘરના કોઈ સદસ્ય પાસેથી કેટલાક સારા સમાચાર મળવાની શક્યતા છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સારો સાથ મળશે. માન સમ્માનમાં વધારો, મકાન, વાહન અને ભૌતિક સુખ સુવિધાઓનું સુખ મળી શકે છે.  અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. 


વૃશ્ચિક રાશિ 


વૃક્ષિક રાશિના જાતકો માટે ગુરુ-શુક્ર રાશિ પરિવર્તન યોગ ખૂબ જ સારુ અને શુભ સાબિત થશે. તમારી રાશિમાં ગુરુ સાતમા અને શુક્ર બીજા એટલે કે ધન ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં તમને ટૂંક સમયમાં પૈસાથી સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓથી છૂટકારો મળશે. અચાનક સંપત્તિ લાભ થઈ શકે છે. અટકી ગયેલા પૈસા મળવાથી હવે તમારી ચિંતાઓ સમાપ્ત થશે. પૂર્વજોની સંપત્તિથી ફાયદો થવાની સંભાવના છે. રોજગાર કરનારા લોકો માટે પગારમાં વધારો થવાની સંભાવના છે. કારકિર્દીથી સંબંધિત બધી ચિંતાઓ ધીમે ધીમે સમાપ્ત થશે. વ્યવસાયમાં સારો નફો મેળવવાની સંભાવના છે.  



Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.