Girnar Lili Parikrama: જૂનાગઢમાં દર વર્ષે લીલી પરિક્રમા યોજાય છે. દિવાળી બાદ યોજાતી આ પરિક્રમા લોકોને પ્રકૃતિ સાથે જોડવાની સાથે તેનું ઘાર્મિક મહત્વ પણ અનેરું છે. જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ છે. આ વર્ષે પણ લીલી પરિક્રમા યોજવા જઇ રહી છે. સામાન્ય રીતે ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી શરૂ થતી હોય છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ભક્તોનો ધસારો વધ્યો હોવાથી એક દિવસ પહેલા જ શ્રદ્ધાળુઓ પરિક્રમા શરૂ કરી દે છે. કોરોનામાં બે વર્ષ લીલી પરિક્રમા બંધ રહી હતી.


દામોદર કુંડમાં સ્નાન સાથે શરૂ થાય છે પરિક્રમા


ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે. જેમાં ભાવિકો  એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે.


ભક્તો કુલ 36 કિલોમીટરનું અંતર કાપીને ગ્રીન સર્કલ પૂર્ણ કરે છે


ગિરનારની તળેટીમાં લીલું ચક્ર પૂર્ણ કરવા માટે લાખો યાત્રાળુઓ ગિરનાર પર્વતની આસપાસ કુલ 36 કિલોમીટરનું અંતર ચાલે છે. પરિક્રમા માર્ગ પર વિવિધ ઉત્તરા મંડળો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે કેટલાક ભક્તો ઘરેથી કાચો માલ લાવે છે અને જંગલમાં જ રસોઇ કરીને વન ભોજન કર્યાનો આનંદ પણ માણે છે.




36 કિમીની પરિક્રમમાં પ્રથમ પડવા 12 કિમીએ આવે છે. બીજો પડવા આઠ કિમીએ, ત્રીજો પડવા આઠ કિમીએ અને ચોથી પડવા આઠ કિમીએ ભાવનાથમાં આવે છે. તેમજ પરિક્રમાનાં પ્રારંભથી જુદી જુદી જગ્યાએ પાણીની વ્યવસાથ ઉભી કરવામાં આવે છે. જેમા કાળકાનો વડલો, જીણાબાવાની મઢી, માળવેલાની ઘોડી, માળવેલાની જગ્યા, સુરજકુંડલની જગ્યા, સુરનાળા, નાગદેવતાના સ્થાનક પાસે, બોરદેવી ત્રણ રસ્તા અને બોરદેવીની જગ્યાએ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.




લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ


કહેવાય છે કે ગીરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. જેથી આ ગીરનારની પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિષ મળવ્યાંનો અનુભવ કરે છે. કહેવાય છે લીલી પરિક્રમા સદીઓથી ચાલતી પરંપરા છે. ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત 33 કોટી દેવતાઓના વાસ અને હિમાલયના દાદા ગણાતા ગિરનારની પરિક્રમા કરી હતી. જે કોઈ આ પરીક્રમા કરે છે એ સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે તેવી લોકવાયકા છે.