Dhanteras 2024 Date: પાંચ દિવસીય દીપોત્સવની શરૂઆત ધનતેરસ (Dhanteras) ના દિવસથી શરૂ થાય છે. આ દિવસને ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસને ધન્વંતરી ત્રયોદશી અથવા ધન્વંતરી જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે, જે આયુર્વેદના ભગવાનનો જન્મદિવસ છે. આ દિવસે પ્રદોષ કાળમાં લક્ષ્મી પૂજન (Laxmi Pujan)  અને ભગવાન કુબેર(Kuber) ની પૂજા કરવામાં આવે છે.


ધનતેરસ 2024 (Dhanteras 2024 Date)


વર્ષ 2024માં ધનતેરસની તારીખ (Dhanteras 2024 Date) અંગે લોકોમાં શંકા છે. પંચાંગ અનુસાર, ત્રયોદશી તિથિ 29 ઓક્ટોબર, 2024ના રોજ સવારે 10.31 કલાકે શરૂ થશે. જ્યારે ત્રયોદશી તિથિ બીજા દિવસે 30 ઓક્ટોબર 2024ના રોજ બપોરે 1.15 વાગ્યા સુધી રહેશે.


ધનતેરસ 2024 પૂજન મુહૂર્ત (Dhanteras 2024 Pujan Muhurat)


આવી સ્થિતિમાં 29 ઓક્ટોબર, 2024, મંગળવારના રોજ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. ધનતેરસની પૂજા કરવાનો શુભ સમય સાંજે 6.31 થી 8.13 સુધીનો છે. આ સમયગાળા દરમિયાન તમને ધનતેરસની પૂજા માટે કુલ 1 કલાક 42 મિનિટ મળશે.


ધનતેરસ 2024 પૂજન વિધિ (Dhanteras 2024 Pujan Vidhi)


ધનતેરસના દિવસે પૂજા સ્થાન પર કુબેર દેવ, લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરો.


તમામ દેવી-દેવતાઓને કુમકુમ, નાડાછડી, અક્ષત, પાન, સોપારી, મીઠાઈ, ફળ, ફૂલ વગેરે વસ્તુઓ અર્પણ કરો.


ભગવાન સમક્ષ દીવો પ્રગટાવો.


પૂજા દરમિયાન ચાંદીનો સિક્કો અને નારિયેળ અવશ્ય સાથે રાખો.


આ પછી ભગવાન ધન્વંતરી અને લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો. આરતી પણ કરો.


આ દિવસે સાંજે ઘરની બહાર યમનો દીવો અવશ્ય પ્રગટાવો.


ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાસણો, સાવરણી, ધાણા, ઘર, પિત્તળના વાસણો, દીવા અને વાહનોની ખરીદી કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કોઈપણ નવી શુભ વસ્તુની ખરીદી કરવાથી તેનો લાભ અનેક ગણો વધી જાય છે. 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP asmita કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મુકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                  


Dhanteras 2024 Muhurat: ધનતેરસ પર માત્ર આટલા કલાક હશે શુભ મુહૂર્ત, જાણો સોનું-ચાંદી ખરીદવાનો યોગ્ય સમય