ઘણી વાર લોકો જાણે-અજાણ્યે પોતાની ઘણી કિંમતી વસ્તુઓ ગુમાવી બેસે છે. આવું થવું સામાન્ય ઘટના છે. પરંતુ જો વસ્તુઓ સતત ગુમ થવા લાગે છે તો તેની પાછળ ગ્રહો અને નક્ષત્રોની ચાલ પણ કારણ હોઈ શકે છે. જ્યોતિષના નિષ્ણાતો કહે છે કે જો કોઈ વ્યક્તિ સતત વસ્તુઓ ગુમાવવા લાગે છે તો તેને ગંભીરતાથી લેવું જરૂરી છે. કેટલીકવાર વસ્તુઓ ખોવાઇ જવા પાછળ ગ્રહોની રમત પણ જવાબદાર હોય છે.


સામાન ક્યારે ખોવાઈ જાય છે?


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર છઠ્ઠા, અગિયારમા અને બારમા ભાવમાંથી ચીજવસ્તુઓનું નુકસાન જોવા મળે છે. જો ચંદ્ર ચોથા, આઠમા કે બારમા ભાવમાં ગોચર કરે તો વસ્તુઓનું નુકસાન થઈ શકે છે. રાહુ અને ચંદ્રનો સંયોગ હોય ત્યારે વસ્તુઓ અચાનક ખોવાઈ જાય છે. જો તેમાં શનિ કે મંગળ સામેલ હોય તો ચીજવસ્તુઓ પાછી આવતી નથી. પરંતુ જો તેમાં શુક્ર, ગુરુ કે શુભ ગ્રહો હોય તો વસ્તુઓ પાછી મળી જાય છે. સામાન્ય રીતે શનિવારે ખોવાયેલી વસ્તુઓ કાં તો મળતી નથી અથવા તો બહુ મોડી મળે છે.


જ્યારે વસ્તુઓ સતત ખોવાઈ જાય છે?


જ્યોતિષીઓ કહે છે કે જો તમારી કુંડળીમાં રાહુ, કેતુ કે બુધની દશા હોય. અથવા શનિની સાડા સાતી કે પનોતી ચાલી રહી છે અને જો તમારી રાશિ વૃષભ, કન્યા કે મકર કે કર્ક, વૃશ્ચિક, મીન હોય તો વસ્તુઓ ગુમાવવાની શક્યતાઓ વધુ છે. આ સિવાય જો તમારો મૂલાંક નંબર 02, 04, અથવા 08 છે અથવા તમે ભૂરા રંગનો કૂતરો રાખ્યો છે અથવા કાળી કાર ખરીદી છે.


વસ્તુ ખોવાઇ જવી કે પાછી મળવી એ શુભ છે કે અશુભ?


વસ્તુઓ ખોવાઇ જવી કે પાછી મળવી ગ્રહોની સ્થિતિ વિશે જણાવે છે. સોનું ગુમાવવું એ શુભ નથી, પણ તે પાછું મળવું શુભ છે. જ્યારે અરીસો કે રૂમાલ ખોવાઇ જવો શુભ નથી. પરંતુ તેનું પાછું મળવું શુભ છે. કપડા ખોવાઇ જવા એ બિલકુલ શુભ નથી. આ અમુક રોગ સૂચવે છે. રત્નો ખોવાઇ જવા એ શુભ છે. આ કોઈપણ મોટા અવરોધને ટાળે છે. કોઈ શુભ પ્રસંગ દરમિયાન તમારી મેકઅપની વસ્તુઓ ખોવાઇ જાય તો એ તમારા સ્વાસ્થ્યનું સૂચક છે.


Vastu Tips: આર્થિક સંકટથી પરેશાન છો તો ઘરનો આ વાસ્તુદોષ હોઇ શકે છે જવાબદાર