Karungali Mala: કરૂંગલી માળા (Ceylon ebony) આબનૂસના લાકડા માંથી બનાવવામાં આવે છે. આ  વૃક્ષો દક્ષિણ ભારત અને શ્રીલંકામાં જોવા મળે છે. આ વૃક્ષો ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જ ઉગે  છે. ભારત ઉપરાંત, કરૂંગલી વૃક્ષો મલેશિયા, ઇન્ડોનેશિયા, મ્યાનમાર અને પશ્ચિમ આફ્રિકા જેવા અન્ય દેશોમાં પણ જોવા મળે છે.

Continues below advertisement

કરૂંગલી માળા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યી છે. યુવાનોમાં તેનો ભારે ક્રેઝ છે. આ માળા હવે ઇન્સ્ટાગ્રામ રીલ્સ, બોલિવૂડ સ્ટાર્સ અને અગ્રણી અભિનેતાઓ અને ઉદ્યોગપતિઓ પર પણ જોવા મળે છે. પરંતુ આ માળા વિશે કરવામાં આવી રહેલા દાવા કેટલા સાચા છે? જાણીએ

કરુંગાલી માળા વિશે કહેવાતા નિષ્ણાતો દાવો કરે છે કે, તે ખરાબ નજર, ગ્રહોના દુષ્પ્રભાવ  અને નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, શું તે ખરેખર આ દૈવી સુરક્ષા ક્વચ  છે કે ફક્ત એક નવું સોશિયલ મીડિયા Fashion Placebo?

Continues below advertisement

કરૂંગલી માળા શું છે

કરૂંગલી માળા (Ceylon ebony) આબનૂસના લાકડા માંથી બનાવવામાં આવે છે. આ વૃક્ષ  દક્ષિણ ભારતમાં જ ઉગે છે.  ઘેરા કાળા રંગનું આ લાકડું  પવિત્ર મનાય  છે. તમિલ શબ્દ કરુંગાનો અર્થ કાળો થાય છે, અને અલીનો અર્થ વૃક્ષ થાય છે. આ લાકડામાંથી 108 મણકાની માળા બનાવવામાં આવે છે.

કરૂંગલી માળાનું રહસ્ય

તમિલ સિદ્ધ પરંપરામાં, તેને ઉર્જા કવચ માનવામાં આવે છે. તે શનિ અને મંગળના હાનિકારક પ્રભાવોને નિષ્ક્રિય કરવા માટે  કારગર મનાય  છે. કેટલાક ભક્તો તેને મુરુગન (કાર્તિકેય) સાથે સંકળાયેલ એક પવિત્ર પ્રતીક માને છે, કારણ કે મુરુગનનો ભાલો  કરુંગાલી લાકડામાંથી બનાવવામાં આવે છે.

ઘણા યોગીઓ ધ્યાન દરમિયાન તેને પહેરે છે, તેઓ માને છે કે લાકડાની વાઇબ્રેશન ફ્રિકવશન્સી  મનને સ્થિર કરે છે. જો કે આ માન્યતાનો વૈજ્ઞાનિક તર્ક નથી.આ માળા માટેના શાસ્ત્રીય પુરાવા પણ મર્યાદિત છે. કોઈ પુરાણ કે વેદ તેનો સીધો ઉલ્લેખ કરતા નથી. તેનો પાયો મુખ્યત્વે લોક માન્યતા પર આધારિત છે.

સોશિયલ મીડિયા પર કરુંગલી માલાનો  ટ્રેન્ડ કેમ વધી રહ્યો છે?

સેલિબ્રિટી ઇફેક્ટ: દક્ષિણ ભારતીય કલાકારો અને ઘણા ઇન્ફ્લુએન્સર્સ  તેને પહેરતા જોવા મળે છે. લોકો તેને ફેશનમાં આધ્યાત્મિકતાનું પ્રતીક માનવા લાગ્યા છે. રીલ્સ અને યુટ્યુબ પર "કેમ સેલિબ્રિટીઓ કરુંગાલી માલાથી ઓબ્સેસ્ડ છે!" જેવા શીર્ષકોએ તેને વાયરલ કર્યું છે.

આ જ કારણ છે કે લોકો તેના તરફ આકર્ષિત થઈ રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા પેજ તેને શનિ દોષ માટે ઉપાય અને ઉર્જા સંતુલનના સાધન તરીકે વેચી રહ્યા છે. તે એવા લોકો માટે  પરફેક્ટ મિક્સ બની ગઇ છે.  જેઓ પોતાને Spiritual but non-religious માને છે.

અસલી નકલીનો ખેલ

અબની લાકડું  દુર્લભ છે, અને ઘણા દેશોમાં તેનો વેપાર CITES નિયમોને આધીન છે. તેથી, નકલી કરોંગલી પુષ્કળ પ્રમાણમાં મળે છે. વાસ્તવિક લાકડું ભારે હોય છે, પાણીમાં ડૂબી જાય છે અને ધાતુની ચમક ધરાવે છે. નકલી માળા ઘણીવાર રંગીન સાગ અથવા બાવળમાંથી બનાવવામાં આવે છે.

કરોંગલી માળા ની લોકપ્રિયતા એ હકીકતનો પુરાવો છે કે આજના યુવાનો આધ્યાત્મિકતાને નકારી રહ્યા નથી; તેઓ તેને સ્ટાઇલિશ અને ફેશનેબલ રીતે અપનાવવા  માંગે છે.

વિદ્વાનો માને છે કે સોશિયલ મીડિયા પર આ માળા જે રીતે રજૂ કરવામાં આવી રહી છે તે સૂચવે છે કે તે ફક્ત એક આભૂષણ નથી; તે ફેશનને શ્રદ્ધાનું આધુનિક પ્રતીક બનાવી દીધું છે.