World’s Tallest Trishul of Lod Shiv: કોડીનારથી 17 કિલોમીટર (just 17 km away from Kodianar) દૂર ઘાંટવડ ગામનાં (Ghantwad village) શિંગોડા નદીના (Shingoda river bank) કિનારે આવેલા આવેલા રૂદ્રેશ્વર મહાદેવ મંદિરે (Rudreshwar mahadev temple) 153 ફૂટના ઊંચા ત્રિશૂલનું (153 feet tall trishual) ગુપ્ત નવરાત્રિના (Gupt Navratri) આઠમા નોરતે બપોરે 12:39 વાગ્યે સ્થાપન કરવામાં આવ્યું હતું. શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના (Shri Rudreshwar Jagir Bharati Ashram) મહંત અને શ્રી પંચદશનામ જૂના અખાડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ (Indrabharti Bapu) જણાવ્યું હતું કે,  ગુરુદેવ પ્રેમભારતી બાપુએ રતીબાપુએ જ્યાં તેમના જીવનના સૌથી વધુ વર્ષ વિતાવ્યા તે ઘાંટવડમાં યંકુમતી નદીના કિનારે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પાસેના રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે આ ત્રિશૂલની સ્થાપના કરવામાં આવી છે.


શું છે આ ત્રિશૂલની વિશેષતા


132 ફૂટના થાંભલા પર 21 ફૂટનું ત્રિશૂલ બનાવાયું છે. કુલ ઊંચાઇ 153 ફૂટની છે. ગુજરાતમાં લીમડી પાસે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે સૌથી ઊંચું 125 ફૂટના ત્રિશૂલની સ્થાપના કરાઈ હતી જ્યારે નેપાળમાં 81 ફૂટ ઊંચું ત્રિશૂલ આવેલું છે. ત્રિશૂલનું વજન 450 કિલો છે તેમાં સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરાયો છે. કુલ વજન 2200 કિલો છે. જમીન પર 15 બાય 15નું ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું હતું અને તેમાં 5 બાય 5નો કોલમ બનાવાયો છે.




100 વર્ષ સુધી મજબૂતી રહે તેવું છે કામકાજ


આ ત્રિશૂલનું કામ 3 સ્ટેપમાં પૂરું કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ ફાઉન્ડેશન, આરસીસી અને કોલમનું કામ કરાયું હતું. ત્યારબાદ 132 ફૂટનો થાંભલો ઊભો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પર 21 ફૂટના ત્રિશૂલનું સ્થાપન કરવામાં આવ્યું છે. એકલા ફાઉન્ડેશનનું કામ જ 1 મહિનો ચાલ્યું હતું. 100 વર્ષ સુધી મજબૂતી યથાવત્ રહે તે પ્રકારે કામકાજ કરવામાં આવ્યું છે 1200 મીમીના સ્ટડ નાખવામાં આવ્યા છે 4 ફૂટના નટ બોલ્ટ છે - તેમાં કુલ 27 નટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.




શિંગોડા નદીનું શું છે સાચું નામ અને ક્યાં છે ઉલ્લેખ


બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ જેને લોકો શિંગોડા નદી કહે છે તેનું સાચું નામ યંકુમતી નદી છે અને તેનો સ્કંદપુરાણમાં પણ ઉલ્લેખ છે. આ નદીના કિનારે પાંડવોએ રુદ્રેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી અને આ બાબતનો ઉલ્લેખ પણ પુરાણમાં હોવાનું મહંત ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું.