અમદાવાદઃ દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. દિવાળીના તહેવારોમાં આ વર્ષે તિથિઓને ક્ષયનું ગ્રહણ છે, જેને કારણે ધનતેરસ-કાળીચૌદશની તિથિ અને કાળીચૌદશ-દિવાળીની તિથિ એક જ દિવસે આવે છે.


આ વર્ષે 13 નવેમ્બર, શુક્રવારે ધનતેરસ અને કાળીચૌદશ ભેગી છે. 13મીએ સવારે ઉદિત તિથિ એટલે કે સૂર્યોદયથી સાંજે 6 વાગ્યા સુધી ધનતેરસ રહેશે. ત્યાર બાદ કાળીચૌદશની તિથિ શરૂ થશે, જે 14 નવેમ્બરે શનિવારે બપોરે 2.18 વાગ્યા સુધી રહેશે.

ધનતેરસ પર સોના-ચાંદી, જમીન-મકાન સહિત સાવરણી ખરીદવાનું પણ વિશેષ મહત્વ છે. સાવરણીને લક્ષ્મી દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે બૃહદ સંહિતામાં સાવરણી સુખ-શાંતિ અને દુષ્ટ શક્તિઓને નષ્ટ કરે છે. સાવરણી ઘરની ગરીબી દૂર કરે છે અને તેના ઉપયોગથી મનુષ્યની ગરીબી પણ દૂર થાય છે. વળી, આ દિવસે ઘરને નવી સાવરણીથી સાફ કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે.

ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુન-દ્રૌપદીને મહાભારતમાં એક સાવરણી સાથે લગ્ન કરવાની, શ્રીમંત બનવાની કથા કહી હતી. પૌરાણિક કથા અનુસાર, દ્રૌપદીના અર્જુન સાથે લગ્ન થઈ રહ્યા ન હતા. ત્યારબાદ સાવરણી વડે કચરો સાફ કરવામાં આવ્યો હોવાનુ માનવામાં આવે છે. જે બાદ દ્રૌપદી અને અર્જુનના લગ્ન થયા હતા.