કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાત્રે ભૂજ પહોંચ્યા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમિત શાહનું સ્વાગત કર્યું. આજે અમિત શાહ ધોરડો ખાતે સરહદી ક્ષેત્રેના વિકાસોત્સવ 2020 કાર્યક્રમમાં તેઓ સરહદી વિસ્તારના વિકાસ કાર્યો અંગે સરપંચો સાથે સંવાદ કરી માર્ગદર્શન આપશે.

કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના 106, પાટણના 35, બનાસકાંઠાના 17 મળી કુલ 158 ગામના સરપંચો,આગેવાનો સહભાગી થશે. જેમાં સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના અન્યવિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા થશે.

બોર્ડર એરિયા ડેવલપમેંટ પ્રોગ્રામ, બીએડીપીયોજના હેઠળ હાથ ધરનાર પ્રોજેક્ટો અંતર્ગત પણ ચર્ચા કરાશે. આ યોજનામાં 60 ટકા સરકારની અને 40 ટકા રાજ્ય સરકારની હિસ્સેદારી છે. આ યોજના હેઠળ દેશના 16 રાજ્યો અને 2 કેંદ્રશાસિત પ્રદેશમાં 111 સરહદી જિલ્લાઓમાં 396 બ્લોક આવરી લેવાયા છે.