CNG-PNG Price Hike in Delhi: તહેવારો પહેલા જનતાને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી સહિત અન્ય ઘણા શહેરોમાં CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જાણો શું છે નવા રેટ


તહેવાર નજીક આવતાં જ મોંઘવારી પણ માજા મૂકી રહી છે. દિલ્હી સહિત યુપીના ઘણા શહેરોમાં સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં CNG અને PNG બંને એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ દિલ્હીમાં CNGની કિંમત 75.61 થી વધારીને 78.61 કરી દીધી છે. નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં સીએનજીની કિંમત 78.17 રૂપિયાથી ઘટીને 81.17 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.


CNGના ભાવ ક્યાં, કેટલા વધ્યાં


નજીકના અન્ય સ્થળોએ પણ સ્વચ્છ ગેસના ભાવમાં વધારો થયો છે. CNGની કિંમત ગુરુગ્રામમાં 86.94 રૂપિયા, રેવાડીમાં 89.07 રૂપિયા, કરનાલમાં 87.27 રૂપિયા, મુઝફ્ફરનગરમાં 85.84 રૂપિયા અને કાનપુરમાં 89.81 રૂપિયા થઈ ગઈ છે. તેની કિંમત વધવાથી હવે ટ્રાન્સપોર્ટ મોંઘુ થશે. ટેક્સી ચાલકો વધુ પૈસા વસૂલશે. પરિવહનનો ખર્ચ વધતા  ફળો અને શાકભાજી સહિતની ચીજ વસ્તુઓમાં તેના ભાવ વધશે.  


PNG ના ભાવ ક્યાં, કેટલો વધારો


દિલ્હીમાં PNGની કિંમત 53.59 રૂપિયા પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) પર પહોંચી ગઈ છે. નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ 53.46, મુઝફ્ફરનગર, શામલી અને મેરઠમાં 56.97 પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરે ભાવ પહોંચી ગયો છે. રાજસ્થાનના અજમેર, પાલી અને રાજસમંદમાં રેટ 59.23 રૂપિયા છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના કાનપુર, ફતેહપુર અને હમીરપુરમાં આ ભાવ ઘટીને 56.10 થઈ ગયા છે. કુદરતી ગેસના ભાવમાં આ રેકોર્ડ વધારો છે.


ભાવ વધારાના કારણો શું છે?


સરકારે ગયા અઠવાડિયે જૂના ગેસ ફિલ્ડમાંથી ઉત્પાદિત ગેસ માટે ચૂકવણીનો દર વર્તમાન રૂ. 6.1 પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (mmBtu)થી વધારીને રૂ. 8.57 પ્રતિ યુનિટ કર્યો હતો. આ સિવાય મુશ્કેલ વિસ્તારોમાંથી કાઢવામાં આવતા ગેસની કિંમત બ્રિટિશ થર્મલ યુનિટ દીઠ 9.92 રૂપિયાથી વધીને 12.6 રૂપિયા થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સીએનજી અને પીએનજીના ભાવમાં જોરદાર ઉછાળો આવે તેવા સંકેતો હતા.