Vastu Tips:વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક દિશામાં વિશેષ ઉર્જાનો વાસ હોય છે. જો ઘરમાં કોઈ શુભ દિશામાં વસ્તુઓ રાખવામાં આવે તો શુભ ફળ પ્રાપ્ત થાય છે, જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં કેટલીક જગ્યાએ ભૂલથી પણ પૈસા ન રાખવા જોઈએ, જેનાથી પૈસાની કમી થાય છે.


વાસ્તુશાસ્ત્રમાં આવા અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જો જીવનમાં અપનાવવામાં આવે તો ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન ન કરવાથી વ્યક્તિને જીવનમાં પૈસાની તંગીનો સામનો કરવો પડે છે અને ઘરમાં સુખ-શાંતિ નથી રહેતી.


જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી પરેશાન છો, તો વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે ભૂલથી પણ ઘરમાં 3 જગ્યાએ પૈસા ન રાખવા જોઈએ. જાણીએ  કઇ જગ્યાએ પૈસા ન રાખવા જોઇએ.


જો તમે વાસ્તુ દોષથી બચવા માંગતા હોવ તો ભૂલથી પણ તિજોરીને અંધારામાં ન રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર અંધકારમાં ધન  રાખવાથી વાસ્તુ દોષની સમસ્યા થઈ શકે છે. ઉત્તર દિશાને  શુભ માનવામાં આવે છે. આ દિશામાં તિજોરી રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે અને જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી.


આ સિવાય બાથરૂમ પાસે તિજોરી રાખવાનું ટાળવું જોઈએ. આવી ભૂલ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. તમને કામમાં અવરોધોનો પણ સામનો કરવો પડી શકે છે અને દેવી લક્ષ્મી પણ નારાજ થઈ શકે છે.


આર્થિક સંકટ આવી શકે છે


જો તમને કોઈ વ્યક્તિ તરફથી ભેટ તરીકે કોઈ વસ્તુ મળી હોય જેમ કે ઘરેણાં, ઘડિયાળ અને બોક્સ વગેરે. આ બધા સાથે પૈસા ન રાખો. એવું માનવામાં આવે છે કે પૈસાની સાથે ભેટમાં આપેલી વસ્તુઓ રાખવાથી આર્થિક સંકટ અને પૈસાની અછતની સમસ્યા સર્જાય છે.


આ બાબતો ધ્યાનમાં રાખો


એક વાત ધ્યાનમાં રાખો કે તિજોરી હંમેશા સ્વચ્છ સ્થાને  હોવી જોઈએ. એવી ધાર્મિક માન્યતા છે કે, ધનની દેવી લક્ષ્મીનો વાસ માત્ર સ્વચ્છ સ્થળો પર જ થાય  ​​છે. આ સિવાય તિજોરીની પાસે કોઈપણ પ્રકારની તૂટેલી વસ્તુ ન રાખવી. આવી ભૂલ કરવી અશુભ માનવામાં આવે છે અને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.