Shani Dev:આવતા વર્ષે શનિ કુંભ રાશિમાં જઈ રહ્યો છે, ચાલ બદલાશે અને તેની સાથે દરેક વ્યક્તિ પર તેની અસર પણ બદલાશે. આવી સ્થિતિમાં શનિદેવના ખરાબ પ્રભાવથી બચવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે કેટલીક એવી વસ્તુઓ છે જે મફતમાં મળતી હોવા છતાં પણ ન લેવી જોઈએ. જ્યારે શનિની દશા અને ગોચરમાં ફેરફાર થાય છે, ત્યારે તે તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની ગણતરી કરવાનું શરૂ કરે છે અને તેના કારણે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ વસ્તુઓ ખાવાથી શનિદેવ ગુસ્સે થઈ જાય છે અને તેમના પર તેમની અવકૃપા રહે છે. . આવો જાણીએ કઈ વસ્તુઓ ફ્રીમાં પણ ન લેવી જોઈએ.
વૈદિક જ્યોતિષ અનુસાર ક્યારેય પણ તેલ મફત ન લેવું જોઇએ. આવું કરવાથી શનિની અશુભ દશાનો સામનો કરવો પડે છે. શનિવારના દિવસે શનિદેવની આગળ સરસવના તેલનો દીપક પ્રગટાવો શુભ મનાય છે. જો કે મફતમાં તેલ લેવું અશુભ મનાય છે.
લોખંડ પણ કોઇ પાસેથી ક્યારે મફત ન લેવું જોઇએ અને શનિવારના દિવસે તો ન જ ખરીદવું જોઇએ કે ન તો વેચવું જોઇએ. આ રીતે લોખંડ કોઇ પાસેથી મફતમાં લેવાથી અનેક અણધારી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને કેટલીક વખત તો આર્થિક સંકટ પણ ઉભું થાય છે.
કોઇ પાસે મફતમાં કામ ન કરાવવું જોઇએ. આવું કરવાથી પણ શનિદેવ નારાજ થાય છે અને તેની અવકૃપાનો ભોગ બનવું પડે છે. શ્રમિકને તેનું પુરુ મહેતાણું આપવું જોઇએ, કોઇ પણ પાસે મફતમાં કામ ન કરાવવું જોઇએ. આવુ કરવાથી શનિદેવ દંડ આપે છે.
અડદની દાળનું પણ દાન લેવું જોઇએ કે કોઇ પાસેથી મફતમાં ન લેવી જોઇએ.જો કે શનિદેવને પ્રસન્ન કરવા માટે અચૂક આ દાળ શનિદેવને અર્પણ કરવામાં આવે છે. તેનાથી શનિદેવ પ્રસન્ન્ થાય છે.અડદની દાળની જેમ તલનું તેલ કે તલ પણ મફતમાં કોઇ પાસેથી ન લેવા જોઇએ.આપ જે વ્યક્તિ પાસેથી આ દાન લો છો. જો તેના પણ શનિનો દુષ્પ્રભાવ હોય તો આપે પણ આ વસ્તુના કારણે તે દુષ્પ્રભાવ ભોગવવો પડે છે. જેથી આવી વસ્તુઓ દાનમાં ન લેવી જોઇએ કે કોઇ પાસેથી ઉછીને કે મફત ન લેવું જોઇએ. તેનાથી શનિના દુષ્પ્રભાવનું ભોગ બનવું પડે છે.