Chinese Companies Registered In India: ભલે ભારત અને ચીન વચ્ચે સ્થિતિ સામાન્ય કરતાં કંઈક અલગ બની રહી છે. તેમ છતાં ચીનની કંપની દેશમાં કારોબાર કરવામાં પાછળ હટતી નથી. ભારતમાં ચાઈનીઝ કંપનીના બિઝનેસ પર પ્રતિબંધ લગાવવા માટે ભારત સરકારે અનેક વખત મોટા નિર્ણયો લીધા છે, પરંતુ તેમ છતાં કેટલીક કંપનીઓ ભારતમાં રજિસ્ટર્ડ કામ કરી રહી છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રની મોદી સરકારે આ અંગે ગૃહને જાણ કરી છે.


ઘણી બધી કંપનીઓ બિઝનેસ કરે છે


હાલમાં ચીનની કંપનીઓ દેશમાં સત્તાવાર રીતે કામ કરી રહી છે. કેન્દ્ર સરકારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન ગૃહને માહિતી આપી હતી કે દેશમાં 174 ચીની કંપનીઓ નોંધાયેલી છે, જે ભારતમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલય (Ministry of Corporate Affairs) સાથે વિદેશી કંપનીઓ તરીકે વેપાર કરે છે.


3,560 કંપનીઓમાં ચીની ડિરેક્ટરો


કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહે (Minister of State for Corporate Affairs, Rao Inderjit Singh) લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, CDM ડેટાબેઝ (Customer Data Management) અનુસાર, ભારતમાં આવી 3,560 કંપનીઓ છે જેમાં ચીનના ડિરેક્ટર્સ (Chinese Directors) છે. સરકારે કહ્યું કે ચીનના રોકાણકારો અથવા શેરધારકો સાથેની કંપનીઓની ચોક્કસ સંખ્યા જણાવવી શક્ય નથી, કારણ કે કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA)ની સિસ્ટમમાં ડેટા અલગથી રાખવામાં આવતો નથી. તે જાણીતું છે કે સીડીએમ એ ડેટા મોડેલનો એક પ્રકાર છે, જેનો હેતુ ડેટાબેઝમાં ઘણી પ્રક્રિયાઓને એકીકૃત રીતે રજૂ કરવાનો છે.


નિયમોમાં સુધારા


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારે કહ્યું કે તેણે ચીનની કંપનીઓના કામકાજને નિયંત્રિત કરવા માટે કંપની એક્ટ, 2013 હેઠળ કેટલાક નિયમોમાં સુધારો કર્યો છે. જેમાં ડાયરેક્ટરોની નિમણૂક, ટ્રાન્સફર અને રીલીઝ, બાંયધરી કરાર વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારે કહ્યું કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ રૂલ્સ - 2019 હેઠળ કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. આ કંપનીઓ માટે ગૃહ મંત્રાલય પાસેથી સુરક્ષા મંજૂરી મેળવવી ફરજિયાત કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ


Layoffs: વધુ એક એજ્યુકેશન કંપનીમાં છટણી,20 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ


Old Pension Scheme: શું ફરી સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના શરૂ થશે? કેન્દ્ર સરકારે લોકસભામાં લેખિતમાં આપ્યો આ જવાબ