Dieting Tips: જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો ડાયટમાં સ્મૂધીને ચોક્કસ સામેલ કરો. અઠવાડિયામાં દરરોજ આ 5 પ્રકારની સ્મૂધી પીવાથી તમે સરળતાથી વજન ઘટાડી શકો છો. તેનાથી તમને ઘણી એનર્જી મળશે અને તમારું વજન ઘટશે.


ડાયેટિંગ દરમિયાન  એ  સમજવું જરૂરી છે કે,  શું ખાવું જોઇએ જે હેલ્ધી છે અને જે મેદસ્વીપણાને પણ ઘટાડે છે. આ માટે સ્મૂધી બેસ્ટ ઓપ્શન છે. તમે રોજ ફ્રુટ સ્મૂધી પી શકો છો, આ તમને દિવસભર એક્ટિવ અને એનર્જેટિક રહી શકો છો.


બનાના સ્મૂધી- આપ  કેળા, ઓટ્સ, અખરોટ અને કોકો પાવડર ઉમેરીને સ્મૂધી બનાવી શકો છો. મીઠાશ માટે તેમાં મધ ઉમેરો. આ સ્મૂધીથી  પેટ ભરેલું રહે છે અને જેના કારણે આપ આડુઅવળું અનહેલ્થી  ખાવાથી બચો છો.


એપલ સ્મૂધી- વજન ઘટાડવા માટે તમે સફરજનમાંથી સ્મૂધી બનાવી શકો છો. આ માટે સફરજનના ટુકડા, કાજુ બટર, ચિયા સીડ્સ અને સોયા મિલ્કનો ઉપયોગ કરો. આ સ્મૂધી તમને સરળતાથી વજન ઘટાડવામાં મદદ કરશે.


પપૈયા સ્મૂધીઃ- પપૈયું વજન ઘટાડવા માટે ખૂબ જ સારું ફળ છે. તમે નાસ્તામાં પપૈયાની સ્મૂધી પી શકો છો. પપૈયાના નાના ટુકડા લો અને તેને દૂધ સાથે બ્લેન્ડ કરો. તેમાં ખજૂર મિક્સ કરીને પીવો.


બેરી સ્મૂધી- સ્ટ્રોબેરી અને બ્લુ બેરીને મિક્સ કરીને સ્મૂધી બનાવો. તેમાં બેરી, ચીયા સીડ્સ અને અડધો કપ દહીં અને દૂધ ઉમેરો. તેને બ્લેન્ડ કરીને સ્મૂધી બનાવો.


રાસ્પબેરી ચોકલેટ સ્મૂધી- સ્મૂધી બનાવવા માટે રાસબેરી લો અને કોકો પાવડર મિક્સ કરો. તમે તેમાં કેળા પણ ઉમેરી શકો છો. મીઠાશ માટે મધનો ઉપયોગ કરો.                                                                        


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો