Ganesh Puja: બુધવારનો દિવસ પણ ભગવાન ગણેશને સમર્પિત છે. આજે માગશર સુદ નોમ છે. આ દિવસે ચંગ્ર મીશ રાશિમાં છે. આ દિવસે ગણેશજીની પૂજા કરવાની બુધ અને કેતુ ગ્રહ શુભ ફળ પ્રદાન કરે છે.
બુધ ગ્રહ
જ્યોતિષ શાસ્ત્રમાં બુધને શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. બુધ, મિથુન અને કન્યા રાશિના સ્વામી છે. કન્યા બુધની ઉચ્ચ રાશિ છે, જ્યારે મીન બુધની નીત રાશિ માનવામાં આવી છે. બુધ ગ્રહ બુદ્ધિ, વાણી, શિક્ષણ, ગણિત, લેખન, તર્ક-વિતર્ક, લલિત કલા, વનસ્પતિ, બિઝનેસ, મામા, મિત્ર, સંબંધીઓ, કાન, નાક, ગળા, ફેફસાનો કારક છે.
કેતુ ગ્રહ
કેતુને જ્યોતિષ શાસ્રમાં પાપ ગ્રહ માનવમાં આવ્યો છે. તેને છાયા ગ્રહ પણ કહે છે. કેતુને માથુ નથી. કેતુને તર્ક, બુદ્ધિ, જ્ઞાન, વૈરાગ્ય, કલ્પના અને માનસિક ગુણોનો કારક માનવામાં આવ્યો છે. કેતુ પ્રધાન વ્યક્તિ પરંપરાથી અલગ કાર્ય કરવાનો વિશ્વાસ રાખે છે.
બુધ અને કેતુનું અશુભ ફળ
બુધ અને કેતુ જ્યારે અશુભ હોય છે ત્યારે અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. વેપાર, શિક્ષણમાં હાનિ થાય છે. વિધ્નો આવે છે. કેતુ અશુભ હોવાથી માનસિક તણાવ અને ભ્રમની સ્થિતિ ઉત્પન્ન થાય છે. સંઘર્ષ કરવો પડે છે. સફળતા વિલંબથી મળે છે.
ગણેશ પૂજાનો લાભ
ગણેશને બુદ્ધિના દાતા માનવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધને બુદ્ધિનો કારક માનવામાં આવ્યો છે. બુધવારે ગણેશજીની પૂજા કરવાની બુધ ગ્રહ સાથે જોડાયેલી અનેક મુશ્કેલીઓ દૂર થાય છે. કેતુની પણ અશુભતા દૂર કરવામાં ગણેશજીની પૂજા ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે.
પૂજા વિધિ
બુધવારે ગણેશજીની પૂજા કરતા પહેલા પૂજા સ્થાનને ગંગાજળની સ્વચ્છ કરો. જે બાદ ગણેશજીનું ધ્યાન કરો. પૂજા દરમિયાન ગણેશજીની પ્રિય ચીજોનો ભોગ લગાવો અને દૂર્વા જરૂર ચઢાવો. ગણેશ આરતી બાદ પ્રસાદનું વિતરણ કરો.