Monday Puja:હિંદુ ધર્મમાં, સોમવારને ભગવાન શિવની પૂજા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે ભોલેનાથનો પ્રિય દિવસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતી પૂજા અને ઉપવાસથી ભગવાન ઝડપથી પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપે છે.


ભગવાન મહાદેવની કૃપાથી જીવનની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. ભગવાન શિવની પૂજા માટે કોઈ ખાસ પ્રકારનાં ફળ, ફૂલ કે વ્યંજનોની જરૂર નથી, પરંતુ શિવ શંભુને પવિત્ર જળ માત્રથી પણ  પ્રસન્ન થઈ જાય છે. કારણ કે મહાદેવ ભોજન નહીં પણ ભક્તોની શ્રદ્ધા  અને ભાવના જુએ છે.                                                     


તેથી જે ભક્તો સોમવારે ભક્તિભાવથી જરૂરિયાતમંદોને પોતાની ક્ષમતા મુજબ દાન કરે છે તેનાથી  મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ રાખે છે. પરંતુ જો તમે તમારી રાશિ પ્રમાણે દાન કરો છો તો તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. આવો જાણીએ કઈ રાશિના લોકોએ સોમવારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈ


મેષ-વૃશ્ચિકઃ મેષ અને વૃષભ રાશિવાળા લોકો સોમવારે લાલ દાળ અથવા લાલ વસ્તુનું દાન કરી શકે છે.


વૃષભ-તુલાઃ આજે તમે જરૂરિયાતમંદ અથવા ગરીબ લોકોને ભોજન કરાવો તો લાભ થશે.


મિથુન-કન્યાઃ આ રાશિના લોકોએ સોમવારે પોતાની રાશિ પ્રમાણે લીલા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. તમે લીલા મગની દાળ, શાકભાજી અને ફળ વગેરેનું દાન કરી શકો છો.


કર્કઃ આ રાશિના લોકો ભગવાન શિવની કૃપા મેળવવા માટે સોમવારે ચોખા અથવા પતાશા કે કોઇ સફેદ વસ્તુનું દાન કરવુ જોઇએ.


સિંહઃ આજે તમે ગોળ, મધ કે મસૂરનું દાન કરશો તો તમને લાભ મળશે.


ધન: આ રાશિ માટે જવાબદાર કારક ગ્રહ ગુરુ છે. તેથી આજે તમારે તમારી રાશિ પ્રમાણે ચણાની દાળ, પીળા વસ્ત્રો અથવા કેળાનું દાન કરવું જોઈએ.


મકર-કુંભઃ- મકર અને કુંભ રાશિના લોકોએ સોમવારે તલ, સરસવનું તેલ, કપડાં વગેરેનું દાન કરવું શુભ રહેશે.


મીનઃ આજે ગરીબ બાળકોને પેન, નોટબુક અથવા મધનું દાન કરો.