Swapna Shastra: સપનામાં બિલાડી જોવી એ ઘણા સંકેતો આપે છે. ક્યારેક બિલાડીનું સ્વપ્ન કેટલાક અશુભ સંકેત પણ આપે છે. જાણો બિલાડી સાથે જોડાયેલા શુભ અને અશુભ સંકેતો વિશે આ લેખમાં


Watched Cat In Your Dreams: સ્વપ્ન વિજ્ઞાન મુજબ, દરેક સ્વપ્નનો કોઈને કોઈ અર્થ હોય છે. જો તમે સ્વપ્નમાં બિલાડી જુઓ છો, તો તેનો પણ વિશેષ અર્થ છે.


બિલાડીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. સપનામાં બિલાડી જોવી એ ભવિષ્યમાં તમને પૈસા મળવાની નિશાની હોઈ શકે છે. પરંતુ ક્યારેક બિલાડીનું  સ્વપ્ન કેટલાક અશુભ સંકેત પણ આપે છે. સ્વપ્નમાં સફેદ બિલાડી જોવી એ કોઈ શુભ સંકેત માનવામાં આવતું નથી. આ રંગની બિલાડી જોયા પછી, તમારે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે તમે પૈસા ગુમાવી શકો છો. ચાલો જાણીએ બિલાડી સાથે જોડાયેલા શુભ અને અશુભ સંકેતો વિશે.


સ્વપ્નમાં બિલાડી જોવાનો અર્થ



  • જો તમે તમારા સપનામાં કોઈ બિલાડીને બચાવતા જોઈ હોય તો આ પ્રકારનું સ્વપ્ન ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પ્રકારનું સ્વપ્ન સૂચવે છે કે, આગામી સમયમાં તમારું નસીબ ખુલશે.

  • જો તમે વિદ્યાર્થી છો અને તમે બિલાડીનું સ્વપ્ન જોયું છે, તો તેનો અર્થ એ છે કે તમને તમારી પરીક્ષામાં સફળતા મળશે. જો કે તમારે થોડી વધુ મહેનત કરવી પડશે.

  • સપનામાં બિલાડીને બાળકો સાથે જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સ્વપ્ન સૂચવે છે કે ટૂંક સમયમાં તમે તમારા મિત્રો અથવા તમારા સંબંધીઓને મળી શકો છો.

  • સ્વપ્નમાં બે બિલાડીઓને એકબીજા સાથે લડતી જોવી એ ખરાબ સંકેત છે. આ પ્રકારનું સ્વપ્ન જણાવે છે કે, આવનારા સમયમાં તમારો કોઈની સાથે વિવાદ થઈ શકે છે. આ કિસ્સામાં તમારે સાવચેત રહેવું જોઈએ.

  • સ્વપ્નમાં બે સરખી બિલાડીઓ જોવાનો અર્થ એ છે કે તમારા મિત્રો, પરિવારના સભ્યો અને તમારા કર્મચારીઓ સાથે તમારું સંતુલન બગડી રહ્યું છે. આ સ્વપ્ન સૂચવે છે કે, તમારે અન્યની કાળજી લેવી જોઈએ.


Disclaimer: આ લેખ ફક્ત ધારણાઓ અને માહિતી પર આધારિત છે. આ બબાતે  ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.