Feng Shui Tips: ફેંગશુઈ અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર લાલ દોરામાં બાંધેલા સિક્કા લટકાવવાથી દેવી લક્ષ્મીની કૃપા વધે છે.
સિક્કાને સંપત્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. ચાઈનીઝ સિક્કા બહાર ગોળ હોય છે અને અંદર એક ચોરસ છિદ્ર હોય છે. ફેંગશુઈ ટિપ્સ અનુસાર, 3, 6 અથવા 9 સિક્કાને લાલ અથવા પીળી રિબનથી બાંધીને મુખ્ય દ્વાર પર લટકાવવામાં આવે છે. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને ઘરમાં રહેતા લોકોમાં શક્તિ અને સુરક્ષાની ભાવના વધે છે. ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. સકારાત્મક ઉર્જા વધારવા માટે લોકો પોતાના ઘરના મુખ્ય દ્વાર પર અને ઓફિસમાં આ સિક્કા રાખે છે.
ફેંગસૂઇનું મહત્વ
- ફેંગશુઈ અનુસાર, ચાઈનીઝ સિક્કા સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિનું પ્રતીક છે. એટલા માટે આ સિક્કાઓ ઘરના પ્રવેશદ્વાર પર લટકાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે.
- કરિયરમાં સફળતા મેળવવા માટે ફેંગશુઈનો સિક્કો તમારી સાથે ત્રિકોણમાં બાંધીને રાખો. નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં વૃદ્ધિ માટે આ સિક્કાઓને તમારા કાર્યસ્થળ પર ત્રિકોણમાં બાંધીને રાખો.
- ફેંગશુઈના સિક્કાઓને લાલ કે પીળા રિબનમાં બાંધીને લટકાવવામાં આવે છે. તો 10 સિક્કાનો સમૂહ બનાવીને આપની કામની જગ્યાએ કે ટેબલના ડ્રોઅરમાં રાખવામાં તો પણ ફાયદો થાય છે.
- એવું માનવામાં આવે છે કે ફેંગશુઈના સિક્કા લટકાવવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહે છે. આર્થિક સ્થિતિ મજબૂત બને છે. લોકોમાં પ્રેમ વધે.
- ઘરમાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને . લોકોમાં આત્મવિશ્વાસની ભાવના વધે છે. માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.