Navratri 2023:આસો નવરાત્રિનો પ્રારંભ 15 ઓક્ટોબરથી શરૂ થાય છે અને 23 ઓક્ટોબરે નવરાત્રિનો અંતિમ દિવસ છે.આ અવસરે માતાજી સમક્ષ કરેલા કેટલાક ઉપાયથી માતા શીઘ્ર પ્રસન્ન થાય છે અને મનોકામની પૂર્તિ કરે છે.


નવરાત્રીના પ્રથમ દિવસે  ઘટસ્થાપનની સાથે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન કરેલા કેટલાક ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિને માતા ભવાનીના વિશેષ આશીર્વાદ મળે છે. નવરાત્રિ દરમિયાન કરવામાં આવતા આ ઉપાય ખૂબ જ અસરકારક છે.


મનોકામનાની પૂર્તિ માટે કરો આ ઉપાય


જો અનેક ઉપાયો અજમાવવા છતાં પણ તમારી ઈચ્છા પૂરી ન થઈ રહી હોય તો આ નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને 9 દિવસ પછી કન્યાઓને ભોજન કરાવો. આમ કરવાથી 10 મહાવિદ્યાઓની કૃપા તમારા પર બની રહે છે.


તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે


જીવનમાં દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે ગુપ્ત નવરાત્રિ દરમિયાન વિધિ પ્રમાણે 10 મહાવિદ્યાઓની પૂજા કરવી જોઈએ.


બિઝનેસ વધારવા માટે કરો આ ઉપાય


નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ માટે દરરોજ 10 મહાવિદ્યાઓને લાલ ફૂલ ચઢાવો. જો તમે હવન કરી રહ્યા હોવ તો ચોખાની ખીરમાં થોડું મધ મિક્સ કરીને અર્પણ કરો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહેશે અને પરિવારના સભ્યોની પ્રગતિ પણ જોવા મળશે.


શીઘ્ર વિવાહ માટે


જો તમારા વિવાહમાં વિઘ્ન આવતા હોય તો નવરાત્રિ દરમિયાન દરરોજ સાંજે 10 મહાવિદ્યાઓને લાલ ફૂલોની માળા અર્પણ કરો અને શુદ્ધ ગાયના દેશી ઘીનો દીવો પણ પ્રગટાવો. આમ કરવાથી  લગ્નની મનોકામના પણ પૂર્ણ થશે અને પરિણીત લોકો પણ આ ઉપાય કરીને  વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર કરી શકે છે.                                                                  


ધન સંબંધિત સમસ્યાઓ માટે કરો આ ઉપાય


ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓની મૂર્તિ  સામે લાલ રેશમી કપડું પાથરો  અને તેના પર 5 ગોમતી ચક્ર મૂકો. નવરાત્રિના છેલ્લા દિવસે તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો.