Astro Tips:ઘણી વખત મહેનત કરવા છતાં પણ લક્ષ્મી પ્રાપ્ત નથી થતી. ઘરમાં બરકત નથી રહેતી.આ કારણે કર્જથી નીચે વ્યક્તિ દબાતો જાય છે. આ બધી સમસ્યાના નિવારણ માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાય દર્શાવવામાં આવ્યા છે. જેને અનુસરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.
ધન પ્રાપ્તિના અચૂક સિદ્ધ જ્યોતિષ ઉપાય
- ઘરમાં સુખ સમૃદ્ધિ માટે સવારે સૌ પ્રથમ ઘરમાં ઝાડુ લગાવવું જોઇએ. કંઇ પણ કામ કર્યાં પહેલા સવારે આ કામ કરવું જોઇએ.
- સાંજના સમયે ક્યારેય પણ કચરો ન કાઢવો જોઇએ. આવી આદતના કારણે ઘરમાં લક્ષ્મી ટકતી નથી
- સાંજ પહેલા એટલે કે સંધ્યા સમયે ઘરમાં ક્યારેય પણ અંધારૂ ન રાખશો સંઘ્યા પૂર્વે જ લાઇટ ઓન કરી દો
- પૈસા સંબંધિત કોઇ પણ કામ કરવા માટે આ દિવસ પસંદ કરો. આપને અચૂક લાભ થશે. જ્યોતિષ અનુસાર ધન સંબંધિત કામ માટે સોમવાર કે બુધવાર પસંદ કરો
- સંધ્યા સમયે ઘરમાં ઘીનો દીપક અવશ્ય પ્રગટાવો અને આરતી કરો. આ સમયે ઘરને ક્યારેય બંધ ન રાખવું
- જ્યારે પણ તમે કોઈ કામ માટે અથવા પૈસા સંબંધિત કોઈ કામ માટે ઘરની બહાર જાવ ત્યારે ખાધા વગર ન જાવ. કંઈક જમીને બહાર નીકશો આ સાથે નીકળતા પહેલા દહી અને સાકર અચૂક લો. તેનાથી સફળતાના ચાન્સ વધી જાય છે
- ગુરુવારે વિવાહિત સ્ત્રીને સુહાગની વસ્તુઓ દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. કુંવારી કન્યાને પણ શૃંગારની વસ્તુ આપવી અને ભોજન કરાવવું શુભ મનાય છે.
- જો તમે કોઈ ગરીબ કે નિઃસહાય વ્યક્તિની નિ:સ્વાર્થભાવે સેવા કરો છો તો આપના ઘરથી લક્ષ્મી ક્યારેય નારાજ નથી થતી અને ધનધાન્યના ભંડાર અખૂટ રહે છે.
- કોઈને કોઈ રીતે ગરીબ, લાચાર અને વ્યંઢળોને મદદ કરો અને તેમને દાન આપો. તેમની શુભકામનાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિનો વાસ થાય છે.
- તમારી ક્ષમતા મુજબ ગરીબોને અન્ન અને કપડાંનું દાન કરવું, આપણા શાસ્ત્રમાં અન્ન દાનને મહા દાન માનવામાં આવે છે. આ રીતે કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે.
- ઘરના પૂજા સ્થાનમાં એક નાળિયેર અચૂક રાખો,. ધન પ્રાપ્તિ માટેનો આ એક સિદ્ધ પ્રયોગ છે.
-આચાર્ય તુષાર જોશી