Vastu Tips for Home: ઘરની સુખ-સમૃદ્ધિ માટે લોકો માટે વધુ ધન કમાવું ખૂબ જ જરૂરી છે. આ માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.


ઘરની સુખ-સમૃદ્ધિ માટે લોકો માટે વધુ ધન કમાવું  ખૂબ જ જરૂરી છે. આ માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.


દરેક માણસની ઈચ્છા હોય છે કે, તેના ઘરમાં આરામના તમામ સાધનો વસાવે. ઘરના તમામ સભ્યોનું  શરીર સ્વસ્થ રહે અને  બાળકો માટે સારી કારકિર્દીના રસ્તા ખુલ્લે. આ માટે તે પોતાનું  ઘર વાસ્તુના દિશા નિર્દેશ મુજબ જ વસાવે છે  પરંતુ જીવનને સરળ અને સુખમય બનાવવા માટે ધન પહેલી જરૂરિયાત  છે. જો તમારી મહેનત કરવા છતાં પણ ઘરમાં પૈસા ઓછા હોય અથવા તો ઘરમાં બરકત નથી રહેતી. આ સ્થિતિમાં  વાસ્તુશાસ્ત્રના જાણકારની સલાહ લેવી જોઈએ. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હશે તો ઘરમાં બરકત નથી રહેતી અને  કોઇને કોઇ બીમારી આપને હંમેશા પરેશાન કરતી  રહે છે. જેના કારણે ઘરનું વાતાવરણ અસ્વસ્થ બની રહે છે.  જાણીએ આ તમામ સમસ્યા માટે શું છે વાસ્તુમાં ઉપાય


આ ઉપાયો અનુસરો (વાસ્તુશાસ્ત્ર ઉપાયો)


દુનિયાનો છેડો ઘર, દરેક વ્યક્તિ માટે આ દુનિયાનું સૌથી પ્રિય સ્થળ હોય છે.  આથી ઘરની આપણે  દરેક વસ્તુને પ્રેમ કરીએ છીએ અને તેને સુશોભિત કરે છે.  જો આ સમયે ઘરના વાસ્તુના નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં બરકત રહે  છે અને ધન વૈભવની કમી થતી નથી.  આવી સ્થિતિમાં તે વસ્તુને ઘરમાં રાખવી યોગ્ય નથી. તેથી, જો તમારા ઘરમાં કોઈ તૂટેલા પલંગ, ટેબલ, ખુરશી અથવા અન્ય વસ્તુઓ વેરવિખેર હોય તો  તેને તરત જ ઘરમાંથી દૂર કરો.


જો તમે ઈચ્છો છો કે તમારી મોટાભાગની આવક બચી જાય અને તમારું ઘર પૈસાથી ભરેલું રહે, તો તમારે તમારા ઘર અથવા કાર્યક્ષેત્રમાં દક્ષિણની દિવાલને અડીને તિજોરી એવી રીતે રાખવી જોઈએ કે તેનું મુખ ઉત્તર દિશામાં ખુલે. તેનાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ધનનું આગમન થાય છે.


ઘરની સુખ-સુવિધા અને સમૃદ્ધિ માટે જરૂરી છે કે તમારા ઘરમાં લગાવેલા નળમાંથી પાણી ન ટપકવું જોઈએ. જેના કારણે ધનનો ખોટો વ્યય થાય છે.


તમારા ઘરનો કચરો ક્યારેય ઈશાન દિશામાં એકઠો ન થવા દેવો જોઈએ. ડસ્ટબિન હંમેશા ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખો. તેને ઉત્તર અને પૂર્વ દિશામાં ન રાખો. તેનાથી ઘરનું વાતાવરણ દૂષિત થાય છે.  બરકત નથી રહેતી


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.