અમદાવાદઃ વિધર્મી યુવકો સામે અમદાવાદમાં વી.એચ.પી  અને બજરંગ દળનું  નવરાત્રી દરમિયાન સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાર્ટી પ્લોટમાં હિન્દૂ સંગઠનોના કાર્યકરો પહોંચ્યા હતા. વિધર્મીઓને નવરાત્રી ગરબામાં પ્રવેશ  નહિ આપવાની માંગ  હિન્દૂ સંગઠનો કરી ચુક્યા છે. સિંધુ ભવન રોડ વિસ્તારના ત્રણેક પાર્ટી પ્લોટમાં વી.એચ.પી. બજરંગ દળના કાર્યકરો પહોંચ્યા  હતા.  કેટલાક યુવકોને  અટકાવ્યા હતા. તેમજ કાર્યકરોએ માર માર્યો હતો. 


Gandhinagar murder case : પોલીસે યુવકની હત્યાનો ઉકેલી નાંખ્યો ભેદ, હત્યાનું કારણ જાણી ચોંકી જશો
ગાંધીનગરઃ ગાંધીનગરમાં ગોળી મારી થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. સીસીટીવી સર્વેલન્સ આધારે પોલીસે આરોપીઓ પકડ્યા છે. પત્નીના પ્રેમ પ્રકરણના કારણે હત્યા કરાઈ હોવાનુ સામે આવ્યું છે.  ગાંધીનગરના સેક્ટર -11 બીરસા મુંડા ભવન પાસે ઈંદ્રોડાનાં આશરે 35 વર્ષીય કિરણ હીરાજી મકવાણાને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેથી ચકચાર મચી હતી. 


બે હત્યારા પલ્સર બાઇક લઈને કિરણનો પીછો કરતાં હતાં અને મોકો મળતાં જ પાછળથી ગોળીબાર કરીને નાસી ગયા હતા. આ બનાવના પગલે હાલમાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો દોર હાથ ધર્યો હતો. ગાંધીનગરના ઈંદ્રોડાના ગામમાં રહેતાં કિરણ હીરાજી ઠાકોરના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. આશરે 35 વર્ષીય કિરણ સચિવાલય ખાતે રોજમદાર તરીકે નોકરી કરતો હતો. સોમવારે સવારના સમયે કિરણ નોકરીએ જવા માટે સાયકલ લઈને ઘરેથી નિકળ્યો હતો.


સીસીટીવીના આધારે તપાસ કરતા પોલીસ મહેસાણા સુધી પહોંચી હતી. જેમા હત્યારાઓ સુધી પોલીસ પહોંચવામાં સફળતા મળી હતી. મૃતકના પરિવારના પત્ની સહિતના સભ્યોના નિવેદન લેવામાં આવ્યા હતા . મર્ડર બાબતે પોલીસ પ્રેમ પ્રકરણ, જમીન બબાલ, કચેરીમાં કોઇ બબાલ સહિતની બાબતો ઉપર તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં પત્નીનું પ્રેમપ્રકરણ સામે આવ્યું હતું. 


Gujarat Election : રાજકોટથી કોંગ્રેસની યાત્રાનો પ્રારંભ, કોણ કોણ રહ્યું ઉપસ્થિત?


Gujarat Election : ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે રાજકોટ સરદાર પટેલ સ્ટેચ્યુથી માના દ્વારે કોંગ્રેસની યાત્રાનો પ્રારંભ થયો છે. યાત્રામાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ ઠાકોરે  ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યો હતો. સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત છે.