Ganesh puja :પંચાંગ અનુસાર, 2જી ફેબ્રુઆરી 2022, બુધવાર એ માહ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. ચંદ્ર કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. જ્યાં દેવ ગુરુ બૃહસ્પતિ પહેલેથી જ બિરાજમાન છે. ગુરુ અને ચંદ્રના સંયોગથી ગજકેસરી યોગ બની રહ્યો છે. જ્યોતિષમાં આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ગણેશજીની પૂજા કરવાનો વિશેષ સંયોગ છે.
હિંદુ ધર્મમાં તમામ દેવતાઓમાં સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. બુધવાર ખાસ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને સુખ શાંતિ સમૃદ્ધિના આશિષ આપે છે. બુધવારે આ મંત્રોથી ગણેશજીને પ્રસન્ન કરો.
એકદન્તયા વિદ્મહે વક્રતુણ્ડયા ધીમહ તન્નો બુદ્ધ પ્રચોદયાત્ ।
ઓમ ગ્લૌમ ગૌરી પુત્ર, વક્રતુન્ડ, ગણપતિ ગુરુ ગણેશ.
ઓમ ગ્લૌમ ગણપતિ, રિદ્ધિ પતિ, સિદ્ધિ પતિ. કરો દૂર ક્લેશ ..
ઓમ નમો ગણપતયે કુબેર યેકાદ્રિકો ફટ સ્વાહા ।
દુર્વા અર્પણ કરતી વખતે આ મંત્ર બોલે,'ઈદં દુર્વાદલમ ઓમ ગણપતયે નમઃ' મંત્રનો જાપ કરો.
ગણેશજીની ષોડશપચારે પૂજન કર્યાં બાદ તેમને લાડુનો ભોગ લગાવો અને ત્યારબાદ ગણેશજીની આરતી કરો. આ દુર્લભ યોગમાં ગણપતિના પૂજન અર્ચનનું વિશેષ મહત્વ છે. તેનાથી જીવનના વિઘ્નો દૂર થાય છે અને મનના મનોરથ પૂર્ણ થવાની સાથે ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે. મંગલમૂર્તિ વિધ્નહર્તા સુખ સમૃદ્ધિ સફળતાના આશિષ આપે છે.
ગુપ્ત નવરાત્રિ આજથી શરૂ
હિન્દી પંચાંગ અનુસાર, દર વર્ષે ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે. પ્રથમ મહા માસમાં ઉજવાતી નવરાત્રિ અને બીજી અષાઢ માસને ગુપ્ત નવરાત્રિ આવે છે., જ્યારે ચૈત્ર માસમાં પણ એક નવરાત્રિ આવે છે. બાદ આસો માસમાં ચોથી અને છેલ્લી નવરાત્રિને અશ્વિન નવરાત્રિ અથવા શારદીય નવરાત્રિ ઉજવાય છે. આ વર્ષે માહ મહિનામાં આવતી ગુપ્ત નવરાત્રી 2જી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 10મી ફેબ્રુઆરીએ પૂરી થશે. ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓની દેવીની પૂજા કરવામાં આવે છે. આ બંને નવરાત્રિમાં, તંત્ર જાદુ અને મેલીવિદ્યા શીખનારા સાધકો માતાને પ્રસન્ન કરવા સાધના કરે છે. ગુપ્ત નવરાત્રીને તંત્ર સાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વખતે મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ દરમિયાન ગ્રહોના વિશેષ યોગો બની રહ્યા છે, જેના કારણે તેનું મહત્વ વધુ વધી ગયું છે. ચાલો જાણીએ કયો છે તે ખાસ યોગ
2જી ફેબ્રુઆરીથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ વખતે 19 વર્ષ પછી ગુપ્ત નવરાત્રિમાં રાહુ તેના અનુકૂળ રાશિ વૃષભમાં સ્થિત છે. આ પહેલા 19 વર્ષ પહેલા 2 ફેબ્રુઆરી 2003ના રોજ ગુપ્ત નવરાત્રિની શરૂઆતમાં રાહુ વૃષભ રાશિમાં સ્થિત હતો. હાલમાં સૂર્ય અને શનિ પણ મકર રાશિમાં એક સાથે સ્થિત છે. જો મકર રાશિનો અધિપતિ ગ્રહ શનિ છે, તો તંત્ર સાધકોના મતે સૂર્ય અને શનિ એક જ રાશિમાં સાથે હોય ત્યારે તંત્રની પ્રવૃત્તિઓ સરળતાથી થઈ શકે છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન તંત્ર સાધના કરનારાઓને વિશેષ ફળ મળશે.
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP Asmita કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.