Ganesh Mahostav: હાલ ગણેશનો મહોત્સવ ચાલી રહ્યો છે.  વિઘ્નહર્તાનું ઘરે ઘરે સ્થાપન કરીને ભકતો યથાશક્તિ બાપ્પાની સેવા પૂજા કરે છે. મહાદેવના પુત્ર ગણેશજી વિશે આજે એક એવી વાત કરવી છે જેનાથી આ કદાચ આપ પણ અજાણ હશો. શું આપ જાણો છો કે, ભગવાન ગણેશનું વાહન માત્ર મૂષક જ નહિ પરંતુ મયુર અને સિંહ પણ છે 


 જાણીતા  જ્યોતિષાચાર્ય ચેતનભાઇ પટેલે જણાવ્યું કે,  આ અંગે ગણેશ પુરાણના ક્રીડાખંડમાં ઉલ્લેખ છે, કે, સિંહ, મયૂર અને મૂષક પણ શ્રી ગણેશજીનું વાહન છે, કહેવાય છે કે, કળિયુગમાં ગણેશ અવતાર બાદ સતયુગની શરૂઆત થશે.જી હા દોસ્તો આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે,  ગણેશજી દરેક યુગમાં અવતારિત થાય છે, ત્યારે તેમનું સ્વરૂપ અને વાહન અલગ અલગ હોય છે, આ કળિયુગમાં પણ ગણેશ જી અવતાર લેવાના છે. સતયુગમાં ગણેશજીનું વાહન સિંહ હતું અને તેઓ દસ ભુજાવાળા, તેજસ્વી સ્વરૂપ તથા ભક્તોને વરદાન આપનારા હતા માટે સતયુગમાં તેમનું નામ વિનાયક હતું


ત્રેતાયુગમાં ગણપતિજીનું વાહન મયૂર હતું તેઓ શ્વેત વર્ણના તથા છ ભુજાઓવાળા હતા  તથા ત્રણે લોકોમાં તેઓ મયૂરેશ્વર નામથી વિખ્યાત છે. દ્વાપરયુગમાં શ્રીગણેશનું વાહન મૂષક હતું  તેમનો વર્ણ લાલ અને ચાર ભુજાઓ વાલબ તથા ગજાનન નામથી પ્રસિદ્ધ થયા હતા.પુરાણો અનુસાર કળિયુગમાં તેમનો ધૂમ્રવર્ણ  હશે અને બે ભુજાઓ હશે તેમનું વાહન ઘોડો  હશે તથા તેમનું નામ ધૂમ્રકેતુ હશે, તેમના અવતાર બાદ કળિયુગ  સમાપ્ત થશે અને ફરી સતયુગ ફરી આવશે.


ગણેશજીના આ રહસ્યો જાણી પૂજા કરવામાં આવે તો પૂજા ઝડપથી ફળે છે 


ગણેશ ઉત્સવ ઉજવવા પાછળનું સાચું કારણ જણાવતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે ગણેશજીની પ્રિય વસ્તુઓ  અને મહિમા જાણી  ગણેશજીને રિઝવવા માટે આ ગણેશ ચર્તુર્થી પર  આ ચીજોના ઉપયોગથી ગણેશજીની પૂજા કરશો ગણેશજી જરુર પ્રસન્ન થશે.