jupiter transit cancer 2026: જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 2 જૂનની વહેલી સવારે 2:25 વાગ્યે દેવગુરુ ગુરુએ પોતાની ઉચ્ચ રાશિ એટલે કે કર્કમાં પ્રવેશ કરી લીધો છે. પૂરા 12 વર્ષ બાદ બનેલી આ ઘટનાને ગુરુનું 'મહાગોચર' કહેવામાં આવી રહ્યું છે. ગુરુ હવે 31 ઓક્ટોબર 2026 સુધી કર્ક રાશિમાં જ બિરાજમાન રહેશે અને ત્યારબાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુના આ ગોચરની દેશ અને દુનિયા સહિત તમામ રાશિઓ પર મોટી અસર જોવા મળશે, પરંતુ ખાસ કરીને 4 રાશિઓ માટે આ સમયગાળો કોઈ વરદાનથી કમ નહીં હોય. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે અને તેમને શું ફાયદો થશે.

Continues below advertisement

મેષ:

ગુરુ તમારી રાશિથી ચોથા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ ભાવ સુખ, માતા અને વાહનનો કારક છે. ઉચ્ચના ગુરુની અસરથી તમારા કૌટુંબિક સુખમાં જબરદસ્ત વધારો થશે. આ સમય દરમિયાન તમે નવું ઘર કે ગાડી ખરીદી શકો છો. સાથે જ કરિયરમાં પણ સારી એવી પ્રગતિ જોવા મળશે.

Continues below advertisement

કર્ક:

ગુરુએ તમારી જ રાશિના પ્રથમ ભાવ એટલે કે લગ્ન ભાવમાં ગોચર કર્યું છે. આનાથી શાનદાર "હંસ પંચમહાપુરુષ રાજયોગ" બની રહ્યો છે. એટલે એમ સમજી લો કે કર્ક રાશિવાળા લોકો માટે આ એકદમ સુવર્ણ કાળ છે! તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે અને કરિયરમાં નવી ઊંચાઈઓ સર કરશો.

આ પણ વાંચોઃ ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર

કન્યા:

તમારી રાશિથી અગિયારમા ભાવમાં ગુરુનું ગોચર થયું છે, જે લાભ અને આવકનું સ્થાન છે. આનાથી તમારી આવકના નવા રસ્તાઓ ખુલશે. જો તમે ક્યાંક રોકાણ કર્યું હશે તો તેમાં મોટો નફો મળી શકે છે. નોકરીયાત વર્ગને પ્રમોશન મળવાના પણ પૂરેપૂરા ચાન્સ છે.

મીન:

ગુરુ તમારી રાશિથી પાંચમા ભાવમાં ગોચર કરી ચૂક્યો છે, જે સંતાન, શિક્ષણ અને પ્રેમનું સ્થાન છે. ગુરુના આ ગોચરથી મીન રાશિના વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય શરૂ થયો છે. તમારા પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે. એટલું જ નહીં, શેરબજાર, લોટરી કે પછી કોઈ પૈતૃક સંપત્તિમાંથી અચાનક મોટો આર્થિક લાભ પણ થઈ શકે છે.

આ પણ વાંચોઃ જૂન 2026માં 5 મોટા ગ્રહો બદલશે ચાલ: ગજલક્ષ્મી સહિત 3 રાજયોગથી આ રાશિઓ થશે માલામાલ