Jupiter Transit in Cancer 2026: જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આગામી 2 જૂન, 2026 નો દિવસ ખૂબ જ મહત્વનો અને દુર્લભ રહેવાનો છે. જ્ઞાન, ભાગ્ય, સુખ અને સંપત્તિના કારક મનાતા દેવગુરુ ગુરુ આ દિવસે પોતાની ઉચ્ચ રાશિ, એટલે કે કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ગુરુ 31 ઓક્ટોબર 2026 સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે અને ત્યારબાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે.

સામાન્ય રીતે ગુરુ એક રાશિમાં લગભગ 13 મહિના સુધી રહે છે, પરંતુ આ વખતે કંઈક અલગ જ થવાનું છે. પ્રખ્યાત જ્યોતિષી અને હસ્તરેખા નિષ્ણાત ડૉ. અનીશ વ્યાસ (ડિરેક્ટર, પાલ બાલાજી જ્યોતિષ સંસ્થાન) ના જણાવ્યા અનુસાર, આ વખતે ગુરુ પોતાની સામાન્ય ગતિ છોડીને 'અતિચારી' એટલે કે ખૂબ જ ઝડપી ગતિથી આગળ વધી રહ્યો છે. ગ્રહની આ અસામાન્ય ચાલ દેશ અને દુનિયામાં અચાનક અને અણધાર્યા ફેરફારો લાવવાનો સ્પષ્ટ સંકેત આપે છે.

Continues below advertisement
Continues below advertisement

'અતિચારી ચાલ' એટલે શું?

ડૉ. અનીશ વ્યાસે સમજાવ્યું કે, વૈદિક જ્યોતિષમાં જ્યારે કોઈ ગ્રહ તેની રેગ્યુલર સ્પીડ કરતા ત્રણ ગણી વધારે ઝડપે ચાલે છે, ત્યારે તેને 'અતિચારી' કહેવામાં આવે છે. પ્રાચીન જ્યોતિષ ગ્રંથ 'ભવિષ્ય ફલ ભાસ્કર' માં ઉલ્લેખ છે કે, જ્યારે પાપ ગ્રહો વક્રી (ઊંધા) ચાલતા હોય અને શુભ ગ્રહો અતિચારી (વધુ ઝડપી) બને, ત્યારે દેશ-દુનિયામાં ભારે ઉથલપાથલ અને અસામાન્ય સ્થિતિ સર્જાય છે. આનાથી ગ્રહના સારા કે ખરાબ પરિણામો ખૂબ જ ઝડપથી જોવા મળે છે.

દેશ અને દુનિયા પર ગુરુના ગોચરની મોટી અસરો

ડૉ. અનીશ વ્યાસની આગાહી મુજબ, કર્ક રાશિમાં ગુરુનું આ ગોચર ટેકનોલોજીમાં મોટી ક્રાંતિ લાવવાની સાથે કેટલીક વૈશ્વિક સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે:

કુદરતી આફતો: દેશના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદ, પૂર, પહાડો ખસવા (ભૂસ્ખલન), મોટા ભૂકંપ અને વાવાઝોડા આવવાની પૂરી સંભાવના છે.

રાજકીય સંકટ: વિશ્વના ઘણા દેશોમાં સત્તાધારી પક્ષ સામે પ્રજાનો રોષ ફાટી નીકળશે. હિંસક દેખાવો, રાજકીય અસ્થિરતા અને ક્યાંક તો સત્તાપલટો કે સૈન્ય શાસન પણ આવી શકે છે.

મોટા અકસ્માતો: વિમાન, ટ્રેન કે જહાજોમાં ટેકનિકલ ખામી સર્જાતા મોટા અકસ્માતો થવાનો ડર છે. ફેક્ટરીઓમાં આગ, બ્લાસ્ટ કે ગેસ લીકેજના બનાવો વધી શકે છે.

ટેકનોલોજી ક્રાંતિ: સકારાત્મક રીતે જોઈએ તો આ સમયમાં AI અને કમ્પ્યુટિંગ ક્ષેત્રે જબરદસ્ત પ્રગતિ થશે. ભારત અવકાશ (મંગળ અને ચંદ્ર મિશન), ડ્રોન અને સંરક્ષણ ક્ષેત્રે દુનિયાને ચોંકાવનારી સફળતા મેળવશે.

સ્વતંત્ર ભારતની કુંડળી મુજબ જોઈએ તો, અર્થવ્યવસ્થામાં થોડી ઉતાર-ચઢાવ જોવા મળશે, વ્યાજ દરો વધી શકે છે, પણ ભારતની વિદેશ નીતિ વધુ મજબૂત બનશે.

આ પણ વાંચોઃ જૂન 2026માં 5 મોટા ગ્રહો બદલશે ચાલ: ગજલક્ષ્મી સહિત 3 રાજયોગથી આ રાશિઓ થશે માલામાલ

તમારી રાશિ પર કેવી પડશે અસર? (રાશિફળ 2026)

આ ગુરુ ગોચર ખાસ કરીને મેષ, સિંહ, કન્યા, તુલા, કુંભ અને મીન રાશિના જાતકો માટે સુખ-સમૃદ્ધિ લઈને આવશે. જાણો 12 રાશિઓનું ભવિષ્યફળ:

મેષ: આર્થિક સ્થિતિ થોડી નબળી પડી શકે છે. બચત ઘટશે, વેપારમાં સફળતા માટે વધુ મહેનતની જરૂર પડશે.

વૃષભ: સમય એકદમ ઉત્તમ છે. નોકરીમાં પ્રમોશનના ચાન્સ છે અને અટકેલા કામો ફટાફટ પૂરા થશે.

મિથુન: નફો સારો મળશે, પણ આળસને કારણે કામમાં મન નહીં લાગે.

કર્ક: ગુરુ તમારી જ રાશિમાં ઉચ્ચનો બની રહ્યો છે. સંપત્તિમાં મોટો વધારો થશે, દેવામાંથી મુક્તિ મળશે અને ધાર્યા કામ પાર પડશે.

સિંહ: આવકમાં થોડો ઘટાડો જોવા મળી શકે. સરકારી કામકાજ અને કાગળિયા બરાબર રાખવા, બિનજરૂરી વિવાદથી બચવું.

કન્યા: આ સમય જબરદસ્ત આર્થિક લાભ અને સફળતાનો છે. મનની બધી ઈચ્છાઓ પૂરી થશે અને ઘરમાં ખુશીઓ આવશે.

તુલા: પૈસાની તકલીફો દૂર થશે. સ્વાસ્થ્ય સુધરશે અને કમાણીના નવા રસ્તાઓ ખુલશે.

વૃશ્ચિક: જૂના તમામ નુકસાનની ભરપાઈ થઈ જશે. દુશ્મનો હારશે અને સરકાર તરફથી મોટો સપોર્ટ મળશે.

ધનુ: આર્થિક સ્વતંત્રતા થોડી છીનવાઈ શકે. ખોટા ખર્ચા ટાળવા અને માત્ર જરૂરી વસ્તુઓ પાછળ જ પૈસા વાપરવા.10 મકર: સ્થિતિ સામાન્ય રહેશે. આવક અને પારિવારિક વાતાવરણ સંતોષકારક રહેશે.

કુંભ: બેરોજગારોને નવી નોકરી મળશે. ભૌતિક સુખ-સુવિધાઓ વધશે. ડિસેમ્બર સુધીમાં કોઈ મોટું કામ પૂરું થશે.

મીન: ગુરુ તમારી જ રાશિનો સ્વામી હોવાથી આ સમય તમારા માટે અત્યંત ફાયદાકારક છે. બિઝનેસમાં નફો અને નોકરીમાં પ્રમોશન પાક્કું છે.

આ પણ વાંચોઃ જૂન 2026માં 5 મોટા ગ્રહો બદલશે પોતાની ચાલ: જાણો કઈ રાશિઓને થશે જબરદસ્ત લાભ

ગુરુના અશુભ પ્રભાવથી બચવાના ખાસ ઉપાયો

જો તમારી કુંડળીમાં ગુરુ નબળો હોય કે અચાનક કોઈ મુશ્કેલી આવે, તો ડૉ. અનીશ વ્યાસે સૂચવેલા આ ઉપાયો અવશ્ય કરો:

દરરોજ એક માળા "ૐ ભગવતે વાસુદેવાય નમઃ" મંત્રનો જાપ કરો.

ગુરુવારે કોઈ બ્રાહ્મણને ચણાની દાળ, હળદર, પીળા કપડાં કે બેસનના લાડુનું દાન કરો અને કેળાના ઝાડમાં જળ અર્પણ કરો.

સવાર-સાંજ હનુમાનજી સામે સરસવના તેલનો દીવો કરો અને "હં હનુમતે નમઃ" નો જાપ કરો.

અચાનક આવતી બીમારીઓ કે સંકટોથી બચવા રામ રક્ષા સ્તોત્ર કે મહામૃત્યુંજય મંત્રનો પાઠ લાભદાયી રહેશે.

(નોંધ: આ માહિતી માત્ર જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.)