Guru Nanak Dev Jayanti Date:ગુરુ નાનક જયંતિના દિવસે દેશભરના ગુરુદ્વારા સજાવવામાં આવે છે, જેની મુલાકાત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ શીખ ગુરુ હતા.


આ વર્ષે ગુરુ નાનક જયંતિ 8 નવેમ્બરે ઉજવવામાં આવશે. શીખ ધર્મના અનુયાયીઓ માટે આ જન્મજયંતિ ખૂબ જ ખાસ છે. તેને પ્રકાશ ઉત્સવ અથવા ગુરુ પર્વ પણ કહેવામાં આવે છે. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ શીખ ગુરુ હતા. તેમનો જન્મ 1469માં કારતક પૂર્ણિમાના દિવસે થયો હતો. તેથી, દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે, ગુરુ નાનક જયંતિ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.


ગુરુ નાનક જયંતિની ઉજવણી પૂર્ણમાશી દિવસ અથવા પૂર્ણિમાના દિવસના બે દિવસ પહેલા શરૂ થાય છે. તેમાં અખંડ પાઠ, નગર કીર્તન વગેરે ધાર્મિક વિધિઓનો સમાવેશ થાય છે. ગુરુ નાનક જયંતિના દિવસે દેશભરના ગુરુદ્વારા સજાવવામાં આવે છે, જેની મુલાકાત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ગુરુ નાનક જયંતિ પર આપણે જાણીએ નાનક દેવ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો.


ગુરૂ નાનકની મહત્વપૂર્ણ વાતો



  • બાળક નાનકનો જન્મ લાહોરથી 64 કિમી દૂર 1469માં થયો હતો. નાનક બાળપણથી જ અલગ સ્વભાવના હતા. એવું માનવામાં આવે છે કે ભગવાને નાનકને કંઈક અલગ કરવાની પ્રેરણા આપી હતી.

  • કહેવાય છે કે બાળપણથી જ ગુરુ નાનક દેવનો આધ્યાત્મિકતા તરફ ઘણો ઝોક હતો અને તેઓ સત્સંગ અને ચિંતનમાં વ્યસ્ત રહેતા હતા. ગુરુ નાનકે ભગવાનની શોધ માટે 8 વર્ષની ઉંમરે તેમનો અભ્યાસ છોડી દીધો હતો.

  • ગુરુ નાનકની ભગવાન પ્રત્યેની ભક્તિ ખૂબ જ વધારે હતી, જેના કારણે લોકો તેમને પરમાત્મા માનવા લાગ્યા. 30 વર્ષની ઉંમર સુધીમાં, ગુરુ નાનક દેવનું જ્ઞાન પરિપક્વ થઈ ગયું હતું અને અંતિમ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, તેમણે જીવનભર સત્યનો ઉપદેશ આપ્યો હતો.

  • ગુરુ નાનક અંધશ્રદ્ધા અને ઠાઠમાઠના સખત વિરોધી હતા. તેમણે સ્થાનિક સાધુઓ અને મૌલવીઓ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. નાનકને બાહ્ય દેખાવ બિલકુલ પસંદ ન હતો અને તેઓ હંમેશા આંતરિક પરિવર્તનનો આગ્રહ રાખતા હતા.ધર્મ નામે ચાલતા પાંખડના તેઓ વિરોધી હતા અને આ માટે લોકોને પણ જાગૃત કરતા હતા.

  • નાનક પ્રકૃતિમાં જ ભગવાનને શોધતા હતા. તેમણે કહ્યું કે ચિંતન દ્વારા જ વ્યક્તિ આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધી શકે છે. તેમના લગ્ન 1496 માં થયા હતા. તેમનો એક પરિવાર પણ હતો.

  • નાનકે તેમની આધ્યાત્મિક યાત્રા ભારત, તિબેટ અને અરેબિયાથી શરૂ કરી જે 30 વર્ષ સુધી ચાલી. આ દરમિયાન નાનકે ઘણો અભ્યાસ કર્યો અને શિક્ષિત લોકો સાથે ચર્ચા પણ કરી. આ સમય દરમિયાન નાનકે શીખ ધર્મના માર્ગને આકાર આપ્યો અને સારા જીવન માટે આધ્યાત્મને સ્થાપિત કર્યું. ગુરુ નાનકે તેમના જીવનનો અંતિમ સમય પંજાબના કરતારપુરમાં વિતાવ્યો હતો.