Guru Pushya Nakshatra 2024: ગુરુ પુષ્ય નક્ષત્ર ખરીદી અને શુભ કાર્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવેમ્બરમાં દેવઉઠી એકાદશી પછી ગુરુ પુષ્ય નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. જાણીએ ક્યારે છે, આ શુભ દિવસ.
પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે, તેમાં શનિ, ગુરુ અને માતા લક્ષ્મીનો શુભ પ્રભાવ હોય છે, તેથી જ ખરીદી અને શુભ કાર્ય કરવા માટે પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ છે.
12મી નવેમ્બરે ચાતુર્માસ પૂર્ણ થઈ રહ્યો છે. ચાતુર્માસમાં માંગલિક કાર્યો બંધ થઈ જાય છે. જે લોકો ઘર વાસ્તુ, મુંડન, જનોઇ, ઘર નિર્માણ કાર્ય અથવા સોનું, ચાંદી, વાહન, જમીન, મકાન ખરીદવાનું વિચારી રહ્યા છે, તેઓ કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગે છે, તેમના માટે નવેમ્બરમાં ગુરુ પુષ્ય યોગનો શુભ સંયોગ છે. .
આ વર્ષનું છેલ્લું પુષ્ય નક્ષત્ર 21 નવેમ્બર 2024 ના રોજ રચાઈ રહ્યું છે, ખાસ વાત એ છે કે તે ગુરુ પુષ્ય નક્ષત્ર હશે, જે ચાતુર્માસ સમાપ્ત થયા પછી રચાશે. 21 નવેમ્બરના રોજ ગુરુ પુષ્ય નક્ષત્ર પર સવારે 06:49 થી બપોરે 03:35 સુધીનો શુભ સમય રહેશે, જે દરમિયાન શુભ કાર્ય અને ખરીદી કરી શકાય છે.
ગુરુ પુષ્ય યોગ દરમિયાન ચાંદી અથવા સોના અથવા પિત્તળનું લક્ષ્મી યંત્ર ખરીદો. એવું માનવામાં આવે છે કે આનાથી દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે. ગુરુની કૃપાથી ભાગ્યોદય થાય છે.ગુરુ પુષ્ય નક્ષત્રને લઈને એવી માન્યતા છે કે, આ દિવસે ખરીદેલી વસ્તુઓ અક્ષય રહે છે. અક્ષય એટલે કે જેનો ક્યારેય ક્ષય થતો નથી. નવું કાર્ય શરૂ કરવાથી તેમાં સફળતા મળે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો