Hanuman chalisa:લગભગ 1600 ઈ.સ.ની વાત છે, આ અકબર અને તુલસીદાસજીનો સમયગાળો હતો.એકવાર તુલસીદાસજી મથુરા જઈ રહ્યા હતા, રાત પડવા પહેલા તેઓ આગ્રામાં રોકાઈ ગયા, લોકોને ખબર પડી કે તુલસીદાસજી આગ્રામાં પધાર્યા છે. આ સાંભળીને લોકો તેમના દર્શન કરવા ઉમટી પડ્યા. જ્યારે બાદશાહ અકબરને આ વાતની જાણ થઈ તો તેણે બીરબલને પૂછ્યું કે, આ તુલસીદાસ કોણ છે?
ત્યારે બીરબલે કહ્યું, રામચરિત માનસનું ભાષાંતર કરનાર આ રામ ભક્ત તુલસીદાસજી છે, હું પણ તેમને જોઈને આવ્યો છું. અકબરે પણ તેમને જોવાની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું, હું પણ તેમને જોવા ઈચ્છું છું.
બાદશાહ અકબરે તેના સૈનિકોનું એક જૂથ તુલસીદાસજી પાસે મોકલ્યું અને તુલસીદાસજીને રાજાનો સંદેશો પહોંચાડ્યો કે તેઓ લાલ કિલ્લા પર હાજર રહે. આ સંદેશ સાંભળીને તુલસીદાસજીએ કહ્યું કે હું ભગવાન શ્રી રામનો ભક્ત છું, મારે રાજા અને લાલ કિલ્લા સાથે શું લેવાદેવા છે અને લાલ કિલ્લા પર જવાની સ્પષ્ટ ના પાડી દીધી. જ્યારે આ સમાચાર સમ્રાટ અકબર સુધી પહોંચ્યા તો તેમને ખૂબ જ ખરાબ લાગ્યું અને બાદશાહ અકબર ગુસ્સે થઈ ગયા અને તુલસીદાસજીને સાંકળો બાંધીને લાલ કિલ્લા પર લાવવાનો આદેશ આપ્યો. તુલસીદાસજી સાંકળો બાંધીને લાલ કિલ્લા પર પહોંચ્યા ત્યારે અકબરે કહ્યું કે, તમે એક પ્રભાવશાળી વ્યક્તિ છો, કૃપા કરીને કોઈ ચમત્કાર કરો. તુલસી દાસે કહ્યું, હું માત્ર ભગવાન શ્રી રામનો ભક્ત છું, હું કોઈ જાદુગર નથી જે તમને કોઈ ચમત્કાર બતાવી શકે. આ સાંભળીને અકબર ગુસ્સે થઈ ગયો અને આદેશ આપ્યો કે તેઓને સાંકળો બાંધીને અંધારકોટડીમાં મુકવામાં આવે.
બીજા દિવસે, લાખો વાંદરાઓએ એક સાથે આગ્રાના લાલ કિલ્લા પર હુમલો કર્યો અને સમગ્ર કિલ્લાને નષ્ટ કરી નાખ્યો. લાલ કિલ્લામાં અંધાધૂંધી હતી, પછી અકબરે બીરબલને બોલાવ્યો અને પૂછ્યું, બિરબલ, શું થઈ રહ્યું છે, તો બીરબલે કહ્યું, સાહેબ, જો તમે કરિશ્મા જોવા માંગતા હો, તો જુઓ. અકબરે ગઈકાલે તરત જ તુલસીદાસજીને કોટડીમાંથી બહાર કાઢ્યા. અને સાંકળો ખોલી હતી. તુલસીદાસજીએ બીરબલને કહ્યું કે, “મને કોઈપણ ગુના વિના સજા કરવામાં આવી તો મેં અંધારકોટડીમાં ભગવાન શ્રી રામ અને હનુમાનજી યાદ કર્યાં તેમને યાદ કરતા હું રડી રહ્યો હતો. રડતી વખતે મારા હાથ પોતાની મેળે કંઈક લખી રહ્યા હતા. આ 40 ચોપાઈઓ હનુમાનજીની પ્રેરણાથી લખાઈ છે. જેલમાંથી મુક્ત થયા પછી તુલસીદાસજીએ કહ્યું કે જે રીતે હનુમાનજીએ મને જેલની તકલીફોમાંથી મુક્તિ અપાવીને મદદ કરી છે, તેવી જ રીતે જે કોઈ મુશ્કેલી કે સંકટમાં તેનો પાઠ કરે તો તેની પરેશાનીઓ અને તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય. બાદમાં આ ચોપાઇ પાઠ હનુમાન ચાલીસા તરીકે ઓળખાયો.
આ ઘટના બાદ અકબરને તેમના કૃત્ય પર ખૂબ જ પસ્તાવો થયો અને તેમણે તુલસીદાસજીની માફી માંગી અને તેમને લાવ લશ્કર સાથે સંપૂર્ણ સન્માન સાથે મુથરા પહોચાડવામાં આવ્યા.
આજે પણ આ પાઠ એટલો જ શક્તિશાળી અને પ્રભાવશાળી છે. જે કોઇ પણ શ્રદ્ધાથી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. હમુમાનજી સદાય તેમની સહાય કરે છે અને હનુમાનજીની કૃપા દરેક સાધકની સમસ્યાઓ દૂર થઈ રહી છે. તેથી જ હનુમાનજીને "સંકટ મોચન" પણ કહેવામાં આવે છે.
-જ્યોતિષાચાર્ય તુષાર જોશી