Pavagadh, Navratri 2024:હાલમાં શક્તિ આરાધનાનું પર્વ ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે.  આ અવસરે માંય ભક્તો શક્તિપીઢના દર્શન કરવા દૂર દૂરથી આવે છે. પગપાળા પણ અહીં પ્રવાસીઓ આવે છે અને ડુંગળ ચઢીને માની દિવ્ય મૂરતના દર્શન કરે છે.  આ વચ્ચે પાવાગઢ ખાતે માઈ ભક્તોને ભાવુક કરી દેતી એક ઘટના બની હતી. 




નવરાત્રિના અવસરે એક પિતા તેમની મન્નત પુરી કરવા માટે દિવ્યાંગ દીકરીને ખભા બેસાડીને પાવાગઢનો ડુંગર ચઢતા જોવા મળે છે. નવરાત્રીમાં પાવાગઢ ખાતે પોતાની 16 વર્ષની દિવ્યાંગ દીકરીને ખભે ઉચકીને એક પિતા માતાજીના દર્શન કરાવવા પહોંચ્યા હતા. પિતાની દીકરી પ્રત્યેની આ ભાવના જોઇને ત્યાં મોજૂદ અન્ય ભાવિકો પણ ભાવુક થઇ ગયા હતા. એક શ્રમિક પિતાએ દિવ્યાંગ દીકરીને તેમના ખભા પર બેસાડીને માતાજીના દરબાર સુધી પહોંચાડી. માના શરણે આ રીતે પહોંચેલા પિતા પુત્રીને જોઇને ડુંગર ચઢતા દરેક માંય ભક્તો પણ ભાવ વિભોર થઇ ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.                                                                                                                                                                                                                                          




કાળઝાલ ગરમીમાં પિતાનું આ હિંમતને અને દીકરી પ્રત્યેની ભાવના લોકો વંદન કરી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, 50 વર્ષિય આ પિતા આણંદના મીંઢળપુરના શ્રમજીવી છે. નવરાત્રિમાં માતાજીના દર્શન કરવાની દીકરીની ઇચ્છા હોવાથી પિતા તેમની દીકરીને લઇને પાવાગઢ પહોંચ્યા હતા અને આવી કાળઝાળ ગરમીમાં દીકરીને ખભા પર બેસાડીને માના શરણે પહોંચ્યા હતા. માતાજી પ્રત્યેની તેમની શ્રદ્ધા અને દીકરી પ્રત્યેનું તેમનું હેત જોઇને સૌ કોઇ તેનાથી પ્રભાવિત થઇ ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.  યુઝર્સ આ વીડિયો જોઇને  પિતાના પુત્રી પ્રેમની પ્રશંસા કરી રહ્યાં છે.