Hanuman Jayanti 2023: હનુમાનજીની પૂજા કરવાથી શનિની સાડાસાત વર્ષની અશુભ અસર ઓછી થાય છે. આવી સ્થિતિમાં 6 એપ્રિલ, 2023ના રોજ હનુમાન જયંતિ પર કેટલાક ખાસ ઉપાય કરો, આનાથી શનિ મહાદશીથી છુટકારો મળશે.


હનુમાનજીને ખૂબ જ શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. કહેવાય છે કે, જ્યારે કુંડળીમાં શનિની મહાદશા (સાડે સતી અને પનોતી ) ચાલી રહી હોય ત્યારે બજરંગબલીની પૂજા કરવી જોઈએ, મંત્ર જાપ કરવો જોઈએ. પૌરાણિક માન્યતા અનુસાર હનુમાનજી એવા દેવતા છે જેમના ભક્તો શનિદેવથી પરેશાન થતા નથી.


શનિ સાડાસાતી  તમને આના કારણે પરેશાન કરી રહ્યી છે, તમે આર્થિક અને માનસિક રીતે પરેશાન છો, તો હનુમાન જયંતિ પર, સવારે સ્નાન કર્યા પછી, પંચમુખી હનુમાનના ચિત્રની સામે ઘીનો દીવો પ્રગટાવો અને પછી શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે હનુમાનજીના આ સ્વરૂપની પૂજા કરવાથી જલ્દી જ શુભ ફળ મળે છે. તેનાથી શનિ, પિતૃ અને મંગલ દોષ દૂર થાય છે.


હનુમાન જયંતિના દિવસથી સંકટમોચનને ભોગ તરીકે ગોળ અને ચણા ચઢાવો અને સતત 10 મંગળવાર ઉપવાસ કરો. હનુમાનાષ્ટકનો પાઠ કરો આ કરવાથી શનિની મહાદશા ટળી જાય છે.


હનુમાન જયંતિ પર ઘરમાં સુંદરકાંડનો પાઠ કરો જેથી શનિદેવની સાડાસાતી અને પનોતીથી રાહત મળે. આ પછી વાંદરાઓને ફળ ખવડાવો. એવું માનવામાં આવે છે કે, તેનાથી બજરંગબલી અને શનિદેવ પ્રસન્ન થાય છે.


અત્યારે શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં બેઠો છે. આ વર્ષે મકર રાશિમાં શનિદેવનો અંતિમ ચરણમાં છે. કુંભ રાશિમાં બીજો તબક્કો અને મીન રાશિમાં પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. બીજી તરફ કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની પનોતીનો  પ્રભાવ છે.


Hanuman Jayanti 2023 Date: હનુમાન જયંતિ પર ભૂલથી પણ ના કરતાં આ સાત કામ , અશુભ હશે પરિણામો


હનુમાન જયંતિનો તહેવાર આવવાનો છે. હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 6 એપ્રિલ, ગુરુવારે ઉજવવામાં આવશે. હનુમાન જયંતિ પર બજરંગબલીની પૂજા કરવાથી જીવનના સૌથી મોટા સંકટ દૂર થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાન જયંતિના દિવસે કેટલીક ભૂલોથી બચવું જોઈએ.


સુતક કાળમાં પૂજા


સુતક કાળમાં હનુમાનજીની પૂજા ક્યારેય ન કરવી જોઈએ. સુતક કાળ ગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે એટલું જ નહીં, પરંતુ તે ઘરમાં કોઈના મૃત્યુ પછી પણ માન્ય છે. વ્યક્તિના મૃત્યુ પછી ઘરમાં 13 દિવસ સુતકનો સમય હોય છે. આ સમયગાળા દરમિયાન હનુમાનજીની પૂજા કરવાની મનાઈ છે.


મહિલાઓનો સ્પર્શ









ચરણામૃતથી સ્નાન


બહુ ઓછા લોકો જાણતા હશે કે હનુમાનજીની પૂજામાં ચરણામૃતનો ઉપયોગ ક્યારેય થતો નથી. હનુમાન જયંતિ પર બજરંગબલીને ચરણામૃતથી સ્નાન કરાવવાનું ટાળવું જોઈએ. તેમની પૂજામાં ચરણામૃત ચઢાવવાનું કોઈ વિધાન નથી.


કાળા અને સફેદ વસ્ત્રો ના પહેરો


બજરંગબલીની પૂજા કરતી વખતે કાળા કે સફેદ વસ્ત્રો ના પહેરો. તેના પરિણામો ખૂબ જ અશુભ હોઈ શકે છે. હનુમાનજીની પૂજા ફક્ત અને માત્ર લાલ રંગના વસ્ત્રો પહેરીને જ કરવી જોઈએ.


તૂટેલી કે ખંડિત મૂર્તિ


હનુમાન જયંતિ પર પૂજા માટે બજરંગબલીની તૂટેલી કે ખંડિત મૂર્તિનો ઉપયોગ ન કરો. જો તમારા ઘરના મંદિરમાં બજરંગબલીની આવી કોઈ મૂર્તિ હોય તો તેને તરત જ હટાવી દો. જો તમે આવી મૂર્તિને પાણીમાં પ્રવાહિત કરો તો સારું રહેશે.


મીઠું ટાળવું


તમારે હનુમાન જયંતિના દિવસે મીઠાનું સેવન ટાળવું જોઈએ. આ સિવાય તમારે એ ચીજવસ્તુઓ પણ ટાળવી જોઇએ જે તમે આ દિવસે દાન કર્યું હોય. હનુમાન જયંતિનું વ્રત રાખનારાઓએ દિવસ દરમિયાન ઊંઘ ન લેવી જોઈએ.


માંસ અને આલ્કોહોલ


હનુમાન જયંતિના દિવસે માંસ અને આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ. શારીરિક સંબંધો બનાવવાનું ટાળવું જોઇએ. ગુસ્સામાં કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો. દરવાજે આવતા લોકોનું અપમાન ન કરો.