Panchmukhi Hanuman Photo: વાસ્તુશાસ્ત્રમાં હનુમાનજીની પાંચ મુખવાળી તસવીરનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જે ઘરમાં હનુમાનજીની પાંચ મુખવાળી તસવીર હોય, તે ઘરમાં ક્યારેય કોઈ આફત આવતી નથી.
6 એપ્રિલે એટલે કે આજે હનુમાન જયંતી છે. આજના દિવસે ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ આવા અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેના દ્વારા બજરંગબલીની કૃપા મેળવી શકાય છે. જો હનુમાન જયંતિના દિવસે વાસ્તુના આ ઉપાયો કરવામાં આવે તો ઘરના તમામ વાસ્તુ દોષનો અંત આવશે. જણાવી દઈએ કે હનુમાન જયંતિ પર વાસ્તુ સંબંધિત ઉપાય કરવાથી ભગવાન હનુમાન શીઘ્ર પ્રસન્ન થાય છે.
હનુમાન જયંતી પર આ તસવીર ઘરે લાવો
વાસ્તુશાસ્ત્રમાં હનુમાનજીના પંચમુખી ચિત્રનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર જે ઘરમાં હનુમાનજીની પાંચ મુખવાળી તસવીર હોય છે, તે ઘરમાં ક્યારેય કોઈ આફત આવતી નથી. હનુમાન જયંતિ પર, હનુમાનજીની પાંચ મુખવાળી તસવીર ઘરે લાવો. આને લગાવવાથી ઘરના સભ્યો પર હનુમાનજીની કૃપા બની રહે છે. હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે અને તેમના પાંચ મુખવાળી તસવીર વ્યક્તિની બધી પરેશાનીઓ દૂર કરે છે.
પંચમુખી હનુમાનના પાંચ મુખનું મહત્વ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પંચમુખી હનુમાનની તસવીર લગાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. પંચમુખી હનુમાનના પાંચ મુખનું અલગ અલગ મહત્વ છે. આ તસવીરમાં હનુમાનજીના તમામ ચહેરા અલગ-અલગ દિશામાં છે. પૂર્વ તરફ હનુમાનજીનું મુખ વાનરમુખ કહેવાય છે. શાસ્ત્રો અનુસાર ભગવાનનું આ મુખ શત્રુઓ પર વિજય આપનાર માનવામાં આવે છે. જે મુખ પશ્ચિમ તરફ હોય તેને ભગવાનનું ગરુડ મુખ કહે છે. બજરંગબલીનો ગરુડ ચહેરો જીવનમાં આવતા અવરોધો અને મુશ્કેલીઓને દૂર કરે છે.
બજરંગબલીનું સુવર મુખ ઉત્તર તરફ છે. આ ચહેરો પ્રસિદ્ધિ અને શક્તિનો કારક માનવામાં આવે છે. હનુમાનજીનું નરસિંહ મુખ દક્ષિણ તરફ હોવું જોઈએ, જે જીવનમાંથી ભય દૂર કરે છે. બીજી તરફ, આકાશની દિશા તરફ, ભગવાનનું મુખ છે, જે વ્યક્તિની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પંચમુખી હનુમાનજીની આ તસવીર ઘરના મુખ્ય દરવાજા પર લગાવવી ખૂબ જ શુભ છે. આ સ્થાન પર ચિત્ર લગાવવાથી કોઈ પણ પ્રકારની દુષ્ટ શક્તિ ઘરમાં પ્રવેશવા નથી દેતી.પંચમુખી હનુમાનનું ચિત્ર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવવાથી તમામ પ્રકારના વાસ્તુ દોષ દૂર થઈ જાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો