Holashtak 2022: ફાલ્ગુન મહિનામાં શુક્લ પક્ષની અષ્ટમીથી લઈને પૂર્ણિમા તિથિ સુધી કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ 8 દિવસને હોલાષ્ટક કહેવામાં આવે છે.
Holashtak 2022: ફાલ્ગુન મહિનામાં શુક્લ પક્ષની અષ્ટમીથી લઈને પૂર્ણિમા તિથિ સુધી કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ 8 દિવસને હોલાષ્ટક કહેવામાં આવે છે. હોળીના આ 8 દિવસ શુભ કાર્યો માટે શુભ માનવામાં આવતા નથી. આ 8 દિવસ અશુભ છે કારણ કે આ આઠ દિવસોમાં ભક્ત પ્રહલાદને ઘણી યાતનાઓ આપવામાં આવી હતી અને હોલાષ્ટક દરમિયાન 8 ગ્રહો પણ ક્રોધિત થાય છે. આ કારણે હોળાષ્ટક દરમિયાન કોઈ નવું કામ શરૂ કરવાનું, નોકરીમાં ફેરફાર, મકાન અને વાહન વગેરે ખરીદવાનું ટાળે છે. આવી સ્થિતિમાં, જો તમારે કોઈ શુભ કાર્ય કરવાનું હોય તો હવે 17 માર્ચ બાદ કરી શકાશે
હોળાષ્કના પ્રારંભનો સમય
હિંદુ કેલેન્ડર મુજબ, ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ 10મી માર્ચે સવારે 02:56 વાગ્યે શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં 10 માર્ચની સવારથી હોલાષ્ટક શરૂ થઇ ગઇ. ત્યારબાદ ફાલ્ગુન પૂર્ણિમા સુધી રહેશે. આ વર્ષે ફાલ્ગુન પૂર્ણિમા 17 માર્ચે છે. જેથી આપ 10 માર્ચથી 17 માર્ચ સુધી કોઈ પણ શુભ કાર્ય કરી શકશો નહીં.
જો કે હોળાષ્ટના 8 દિવસ હવે કોઇ શુભ મૂહૂર્ત ન હોવાથી કોઇ શુભકાર્ય કરવા વર્જિતછે. જો કે આ સમયમાં ધાર્મિક કાર્ય પૂજા પાઠ યજ્ઞ કરી શકશો, લગ્ન, મૂંડન, વાસ્તુ પૂજા,ગૃહ પ્રવેશ, ઉપનયન સંસ્કાર વગેરે વર્જિત છે.
ધનની કમી દૂર કરવા કરો આ ઉપાય
હોળીનો તહેવાર આખા દેશમાં ખૂબ જ આસ્થા અને ઉલ્લાસ સાથે મનાવામાં આવે છે. 17 માર્ચે હોલિકા દહન બાદ 18 માર્ચે ધૂળેટી છે. આ અવસરે હોલિકા દહન સમયે કયો ઉપાય કરવાથી ધન ધાન્યની સમૃદ્ધિના આશિષ મેળવી શકાય જાણીએ...
હોળીના તહેવાર બે દિવસે ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. એક દિવસ હોલિકા દહન જ્યારે બીજા દિવસે રંગોની હોળી રંગોત્સવી એટલે કે ધૂળેટીની ઉજવણી થાય છે.
હિન્દુ પંચાગ મુજબ હોળીનો તહેવાર ફાગણ પૂર્ણિમામાં ઉજવવામાં આવે છે. હોલિકા દહનમાં કાષ્ટનું પૂજન અર્ચન કરીને તેનું દહન કરવામાં આવે છે. જ્યોતિષાચાર્ય મુજબ હોળીમાં એવી વસ્તુઓ હોમવામાં આવે છે. જેનાથી ઘરમાં રહેલા સંકટો દૂર થાય અને ખુશીનું આગમન થાય.
જ્યોતિષાચાર્યના જણાવ્યાં અનુસાર હોળીનું પાવન પર્વ વિષ્ણુજીને સમર્પિત છે. આજના દિવસે જો વિષ્ણુજીનું ધ્યાન કરવામાં આવે તો જીવનના દરેક સંકટથી મુક્તિ મળે છે. હોળીના પર્વે નરસિંહ ભગવાનનું ધ્યાન કરવાથી પૂજન કરવાથી પ્રગતિ માટેના માર્ગ મોકળો બને છે.
લગ્નમાં આવતું વિઘ્ન દૂર થશે
જો કોઇ કન્યાના લગ્નમાં વિઘ્ન આવતા હોય તો હોળીમાં ચપટી સિંદૂર હોમવાથી લગ્નમાં આવતા વિઘ્ન દૂર થાય છે. દામ્પત્ય જીવનમાં જો કોઇ મુશ્કેલી હોય તો પણ આ પ્રયોગ કરવાથી સમસ્યા દૂર થાય છે.
ધનની કમી થશે દૂર
ઘનની કમી દૂર કરવા માટે હોલિકા દહનની રાત્રે હોળીની સાત વખત પ્રદક્ષિણા કરો. પ્રદક્ષિણા કરતી વખતે લક્ષ્મીમંત્રનો જાપ કરો અને લક્ષ્મીજીને પ્રાર્થના કરો. આ પ્રયોગથી લક્ષ્મીના આશિષ મળે છે અને ઘરમાં વૈભવ વધે છે.