Holi 2022 Lucky Colours:હિન્દુઓનો મુખ્ય તહેવાર હોળી આ વર્ષે  17 માર્ચે ઉજવવામાં આવશે.હોલિકા દહન 17 માર્ચ અને 18 માર્ચ ધૂળેટી એટલે રંગોની હોળી રમાશે.  રંગોની  આપણા જીવન પર અસર પણ પડે છે.કઇ રાશિના જાતકે ક્યાં રંગથી હોળી રમવી શુભ રહેશે જાણીએ...


હિન્દુઓનો મુખ્ય તહેવાર હોળી આ વર્ષે  17 માર્ચે ઉજવવામાં આવશે.હોલિકા દહન 17 માર્ચ અને 18 માર્ચ ધૂળેટી એટલે રંગોની હોળી રમાશે.  રંગોની  આપણા જીવન પર અસર પણ પડે છે.કઇ રાશિના જાતકે ક્યાં રંગથી હોળી રમવી શુભ રહેશે જાણીએ...


રંગો વ્યક્તિના જીવન પર જેટલી સકારાત્મક અસર કરે છે તેટલી જ નકારાત્મક અસર પણ કરે છે. ધાર્મિક માન્યતા છે કે જો આપની રાશિ મુજબ રાશિનો રંગ પસંદ કરવામાં આવે તો તે શુભ સાબિત થાય છે. તો જાણીએ આપનો ગૂડ કલર કર્યો છે.


મેષ અને વૃશ્ચિક - બંને રાશિઓનો સ્વામી મંગળ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળનો રંગ લાલ છે. તેથી, આ રાશિના લોકોએ હોળીના દિવસે લાલ, ગુલાબી અથવા તેના જેવા રંગો અને ગુલાલનો ઉપયોગ કરવો જોઈએ.


વૃષભ અને તુલા – આ બને રાશિનો  સ્વામી શુક્ર છે. શુક્રનો રંગ સફેદ અને ગુલાબી છે. આ રાશિના લોકોએ સફેદ રંગોનો હોળીમાં વધુ ઉપયોગ કરવો શુભ છે જો કે  હોળી પર સફેદ રંગથી હોળી રમવી શક્ય નથી તેથી સિલ્વર કલરનો પણ ઉપયોગ કરી શકાય છે. તેમજ ગુલાબી રંગથી પણ હોળી રમી શકાય છે.


કન્યા અને મિથુન- આ રાશિઓનો સ્વામી બુધ છે. અને બુધ ગ્રહનો રંગ લીલો માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, લીલા રંગનો ઉપયોગ જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. લીલા રંગ ઉપરાંત, આ રાશિના લોકો પીળા, કેસરી અને આછા ગુલાબી રંગોથી પણ હોળી રમી શકે છે.


મકર અને કુંભ- તેમના સ્વામી શનિદેવ છે, શનિદેવનો રંગ કાળો કે વાદળી છે આવા લોકો માટે વાદળી રંગ શુભ છે. કાળા રંગથી હોળી રમવી શક્ય નથી, તેથી તમે વાદળી, લીલા   રંગોથી હોળી રમી શકો છો.


ધનુ અને મીન રાશિઃ- ગુરુ ધનુ અને મીન રાશિનો સ્વામી છે. તેનો પ્રિય રંગ પીળો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. આ સિવાય ઓરેન્જ કલરનો પણ ઉપયોગ કરી શકાય છે.


કર્ક અને સિંહ રાશિઃ- ચંદ્ર કર્ક અને સિંહ રાશિનો સ્વામી છે. અને આ રાશિના લોકોએ સફેદ રંગથી હોળી રમવી જોઈએ. સફેદ રંગથી હોળી રમવી શક્ય નથી, તેથી આવી સ્થિતિમાં, આ લોકો કોઈપણ રંગ લઈ શકે છે અને તેમાં થોડું દહીં અથવા દૂધ મિક્સ કરી શકે છે. સિંહ રાશિના સ્વામી સૂર્ય ભગવાન હોવાના કારણે, નારંગી, લાલ અને પીળા રંગોથી હોળી રમી શકે છે.


Disclaimer: અહી આપેલી માન્યતાઓ જાણકારી માત્ર કેટલીક માહિતીના આધારે લેવામાં આવે છે. એબીપી અસ્મિતા આ માહિતીની પુષ્ટી નથી કરવામાં આવતી, કોઇ પણ પ્રયોગનો અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે