Horoscope Today 14 March 2022, Daily Horoscope: પંચાગ અનુસાર આજે 14 માર્ચ, 2022 સોમવારને ફાગણ સુદ અગિયારસની તિથિ છે. આજનો દિવસ વિશેષ છે. આજના દિવસે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. આજે પુષ્ય નક્ષત્ર છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.
મેષ
આજના દિવસે પ્રગતિના પથ પર ચાલવા તાલમેલ જાળવજો. ગાયનમાં રસ ધરાવતાં લોકોને સારો મોકો મળશે. આવકનું પ્રમાણ જળવાય. નાના ભાઇ-બેહનો તરફથી સારા સમાચાર મળે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં શાંતિ-નોકરીમાં બઢતી, પ્રગતી સંભવે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. મિત્ર વર્ગ તરફથી સાથ-સહકાર મળે.
વૃષભ
આજના દિવસે આળસતી બચીને કામમાં લાગેલા રહેજો. દિવસ દરમિયાન મોજ શોખનું વાતાવરણ રહે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતો રહે. બપોર બાદ ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાન સાથે ઉગ્રતા ટાળવી. કોઈના ખરાબ સ્વાસ્થ્યની જાણકારી મળે તો પૂછપરછ કરજો.
મિથુન
આજે ભાગ્યનો સાથ મળશે. સ્વભાવમાં ઉગ્રતા રહે. બપોર સુધી દિવસ શાંતિથી પસાર કરવો. બપોર બાદ ભાગ્યનો સાથ મળશે. આવક વધતી જણાય. નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. ધાર્મિક કાર્યમાં સહભાગી થવાય. પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે.
કર્ક
આજના દિવસે ગુપ્ત વાતો કોઈ સાથે શેર ન કરતાં. નોકરી બદલવાનું વિચારતા હો તો વરિષ્ઠની સલાહ લો. આવકનું પ્રમાણ ઘટતું જણાય. શરદી-ખાંસીથી પરેશાની થાય. અગત્યના કાર્યો ટાળવા. લગ્નનો પ્રસ્તાવ આવ્યો હોય તો સમજી વિચારીને હા પાડજો.
સિંહ
આજના દિવસે મુશ્કેલ કામને પૂરા ઉત્સાહ સાથે કરો. ઓફિશિયલ કામમાં અનુભવનો પૂરો લાભ ઉઠાવો. પારિવારિક ક્ષેત્રે આનંદ જળવાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. બપોર પછી આવક અંગે સારો દિવસ છે. બપોર સુધી વિચારોમાં નકારાત્મકતા રહે.. દમ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. નાની બેદકારી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
કન્યા
આજના દિવસે અજાણ્યા વ્યક્તિની વાતો સાંભળીને તેમાં આવી ન જતાં. સ્વભાવમાં સરળતા વર્તાય. નાણાંનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સુખમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આરોગ્ય સાચવવું. પ્રવાસ યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. જે તમારી નજીક હોય તેની સાથે મનની વાત શેર કરો.
તુલા
આજના દિવસે અટકેલા કાર્યો પૂરા થતા નજરે પડી રહ્યા છે. જેના કારણે કોન્ફિડેંસ લેવલ પણ વધશે. આરામ કરવાની ઇચ્છા થાય. નાણાંકીય ફાયદો મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતા-પિતાનું સ્વાસ્થ્ય જળવાય. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે.
વૃશ્ચિક
ઓફિશિયલ કામમાં કરેલો પ્રયાસ સફળ થવાથી આનંદ ઉત્સાહમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. પારિવારિક સુખમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. લાંબા સમયથી કોઈ સંબંધમાં ખટાશ હોય તો તેને સમાપ્ત કરવાનો પ્રયાસ કરો. નવા સંબંધમાં અવિશ્વાસ ન કરવો.
ધન
આજે નકામી ચિંતાઓ અને આર્થિક સ્થિતિ નબળી રહેવાના ડરથી મન અશાંત રહી શકે છે. સેવાકીય ક્ષેત્રે પ્રવૃત્ત થવાથી માન-સન્માનમાં વધારો થાય. મનનું ઉચ્ચ કોટિનું વલણ પેદા થાય. આવકનું પ્રમાણ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવાર સાથે સમય વીતાવવો સારું રહેશે.
મકર
આજે સકારાત્મક વિચારો અને ઉર્જા સાથે આગળ વધવાની જરૂર છે. ઓફિશિયલ કાર્યોને લઈ સજાગ રહેજો. જીવનસાથીની ભાવનાનું સન્માન કરોજ, નોકરી કે કારોબાર અંગે તેની સલાહ લઈને વિચાર કરજો.
કુંભ
આજના દિવસે હિસાબ કિતાબમાં પારદર્શિતા અને ઈમાનદારી રાખજો. બપોર સુધી દરેક ક્ષેત્રે સામાન્ય દિવસ બપોર બાદ આનંદ ઉત્સાહ વધે. જમીન-મિલકત તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. સ્ત્રીવર્ગ સાથે લહેણું વધે. નોકરી-ધંધામાં સારા સમાચાર મળી શકે.
મીન
આજે તમારા કામની ગુણવત્તા તમને પ્રસન્નતાનો અનુભવ કરાવશે. વેપાર અને નોકરીમાં લાભની સંભાવના છે. . પરિવારના સભ્યો વચ્ચે પ્રેમની ભાવના વધે. નોકરી-ધંધામાં પ્રગતી થતી જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. ઘરમાં માગલિક અનુષ્ઠાનનું આયોજન થઈ શકે છે.