રાશિફળ 8 ફેબ્રુઆરીઃ આજે મકર રાશિમાં બની રહ્યો છે પંચ ગ્રહી યોગ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Feb 2021 07:31 AM (IST)
Today Horoscope: આજનો દિવસ ખુબ શુભ છે. પંચાગ અનુસાર આજે પોષ વદ બારસની તિથિ છે.
આજનું રાશિફળઃ આજનો દિવસ ખુબ શુભ છે. પંચાગ અનુસાર આજે પોષ વદ બારસની તિથિ છે. આજે મકર રાશિમાં પંચ ગ્રહી યોગ બની રહ્યો છે. આજે કેટલીક રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવાની છે. મેષ (અ.લ.ઇ.) : આજેના દિવસે મન અધ્યાત્મિકતામાં લગાવવું પડશે. બીજા પ્રત્યે તમારો સહયોગાત્મક તથા વિનમ્ર સ્વભાવ સંબંધોને વધુ મજબૂત કરનારો બનશે. વૃષભ (બ.વ.ઉ.) આજના દિવસે બિનજરૂરી ખર્ચા માટે તૈયાર રહેજો. બિઝનેસમાં કોઇ ડીલ નક્કી કરતાં પહેલા વિચારજો. મિત્રોને મળીને પ્રસન્ન રહી શકો છો. મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે નકારાત્મક ગ્રહો તમને નજીકના વ્યક્તિ સાથે ઝઘડાવી શકે છે. ઓફિશિયલ કામમાં ખુદને અપગ્રેડ કરીને કામ કરજો. માનસિક રીતે સ્વસ્થ રહેજો નહીંતર નુકસાન થઈ શકે છે. કર્ક (ડ.હ.) આજના દિવસે ધીરજ અને મનને શાંત રાખવાથી મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકાય છે. ઓફિસમાં બોસ તથા ઉચ્ચાધિકારી તમારા કામની કદર કરી શકે છે. સિંહ (મ.ટ.) આજના દિવસે વ્યવહારમાં વિનમ્રતા જાળવી રાખજો. ઓફિશિયલ કામ પૂરા કરવા માનસિક રીતે સક્રિય રહેજો. મીડિયા સાથે જોડાયેલા લોકોએ વધારે મહેનત કરવી પડશે. પારિવારિક વાતાવરણને સુખધ બનાવવા તમામ તરફથી સકારાત્મક પ્રોત્સાહન મળી શકે છે. કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે નકારાત્મક વિચારોથી બચજો. ગ્રહોનો પ્રભાવ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટાડી શકે છે. પિતા સાથે તાલમેલ બનાવીને રાખજો. સભ્યોનો પરસ્પર સંવાદ અને સહયોગ સંબંધોને મજબૂત બનાવશે. તુલા (ર.ત.) આજના દિવસે ઉત્સાહિત થઈને કાર્ય કરવાથી સફળતા મળશે. ઓફિશિયલ કામ પૂરા કરવામાં તણાવ આવી શકે છે, પરંતુ સહયોગીની મદદ લેજો. અચાનક કોઈ સુખદ સમાચાર મળી શકે છે. વૃશ્ચિક (ન.ય.) આજના દિવસના શરૂઆથમાં જ પૂરા દિવસનું પ્લાનિંગ કરી લેજો. બિઝનેસમાં સફળતા મેળવવા આજે ધીરજ જાળવી રાખજો. ધન (ભ.ધ.ફ.ઢ.) આજે કોઈ વિશેષ દિવસ હોય તો પરિવાર સાથે સેલિબ્રેટ કરજો. ઓફિસમાં લોકો પ્રત્યે તમારો સૌમ્ય વ્યવહાર તમામને પ્રસન્ન કરશે. મકર (ખ.જ.) આજના દિવસે બની રહેલો ગ્રહ યોગ તમને હેરાન કરી શકે છે. કોઈ કામને લઈ ઉતાવળબાજી ન કરો. ઘરમાં વડીલો સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થઈ શકે છે. કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે સકારાત્મક રહેજો. આસપાસના લોકો સાથે પરિચય વધારજો. વેપારમાં નવી શરૂઆત માટે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે બિનજરૂરી વિચારોથી દૂર રહેજો. વ્યવહારમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરજો. ઘરમાં નવી જવાબદારી આવી શકે છે.