Horoscope Today 19 February 2022, Aaj Ka Rashifal, Daily Horoscope: પંચાંગ અનુસાર, આજે 19 ફેબ્રુઆરી 2022 ને શનિવાર મહાવદ ત્રીજની તિથિ છે. પંચાંગ અનુસાર ચંદ્ર કન્યા રાશિમાં રહેશે. આજે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? આવો જાણીએ આજનું રાશિફળ


મેષ
સત્ય વાત કડવી રીતે કહેવાને કારણે અપ્રિય થવાય. આત્મવિશ્વાસ વધતો જણાય. નાણાકીય આવક વધતી જણાય. પરિવારમાં આનંદ, રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ


વૃષભ
સ્વભાવમાં લાગણીશીલતા વધે. આવક વધે, સાથે સાથે મોજશોખમાં ખર્ચ વધે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વિદ્યાર્થી મિત્રો માટે શુભ. કરેલા રોકાણો ફળદાયી નીવડે.


મિથુન
આર્થિક બાબતો અંગે શુભ દિવસ. નાના ભાઈ બહેનોની પ્રગતિથી આનંદ. પરિવારમાં સભ્યોની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે.


કર્ક
માનસિક સ્થિરતા જળવાય. આવકનું પ્રમાણ વધે. યોગ્ય નિર્ણય લેવાને કારણે કાર્યક્ષેત્રે સફળતા મળે. આર્થિક રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથી સાથે ગુસ્સો ટાળવો.


સિંહ
મનની ચંચળતા વધે. મિત્રોનો સાથ સહકાર મળે. મિત્ર વર્તુળમાં વધારો થાય. નણાકીય બાબતોમાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થતો જણાય. વાહન ચલાવવામાં અકસ્માતની શક્યતા છે આથી સાવધાની જરૂરી.


કન્યા
આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. અગત્યના નાણાકીય વ્યવહારો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી રાખવી હિતાવહ. માથાના દુઃખાવાની શક્યતા છે. આધાત્મિક ક્ષેત્રે રસ વધે.


તુલા
વધુ મહેનતે ઓછો લાભ મળતો જણાય. આળસ વધારે રહે. કુટુંબમાં શાંતિભર્યું વાતાાવરણ જળવાય. શેર સટ્ટામાં લાભ. પિતાની તબિયત સાચવવી. ધંધામાં સાવધાનીથી કામ લેવું. આરોગ્ય સંબંધી ચિંતા ઓછી થાય.


વૃશ્ચિક
નોકરીમાં ઉપરી અધિકારી તરફથી પ્રશંસા થાય. નવા ધંધાનું આયોજન તથા ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઈ શકાય. યાત્રા પ્રવાસમાં કાળજી રાખવી. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એની કાળજી રાખવી.


ધન
ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યમાં વધુ સફળતા મળે. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ.


મકર
નાણાકીય ક્ષેત્રે નુકસાનીની શક્યતા છે. આવક ઘટે. પરિવારમાં તણાવભર્યું વાતાવરણ રહે. જીવનસાથી સાથે શાંતિથી કામ લેવું. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. શરદી-ખાંસી-કફની સમસ્યા રહે.


કુંભ
દામ્પત્ય ક્ષેત્રે આનંદભર્યો દિવસ. નવા પ્રેમસંબંધનું નિર્માણ થાય. નિર્ણયશક્તિમાં વધારો થતો જણાય. હયાત રોકાણોથી ફાયદો તથા નવા રોકાણ યોગ્ય રીતે કરી શકાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.


મીન
આત્મવિશ્વાસમાં વધારો થાય. દૃઢ નિર્ણય શક્તિથી અગત્યના કાર્યોમાં સફળતા મળતી જણાય. સ્થાવર મિલકતમાંથી લાભ મળતો જણાય. જ્યોતિષ, કર્મકાંડ, એક્સપોર્ટ, ઈમ્પોર્ટના ધંધામાં વિશેષ લાભ.