Horoscope Today 21December 2021: 21 ડિસેમ્બર, 2021 ચંદ્રમાનો સંચાર સતત ગુરૂની રાશિ મીનમાં થવા જઇ રહ્યો છે અને બુધ ચંદ્ર અને સૂર્ય આમને સામને હશે. આ સ્થિતિ કર્ક માટે શુભ ફળદાયી બની રહેશે,
મેષ- આજના દિવસ અનુકૂળ રહેશે, આપના અધુરા કામ પૂર્ણ થતાં સંતોષનો અનુભવ કરશો. જો કે વ્યસ્તતાના કારણે માનસિક તણાવ અનુભવશો.
વૃષભ- ધર્મ કાર્યમાં મન લીન થશે. કોઇ ધાર્મિક સ્થળની યાત્રા થઇ શકે છે. દિવસ સમાન્ય રહેશે.
મિથુનઃ- સહકર્મચારીનો સહયોગ મળશે. તમારી સર્જનાત્મક શક્તિ વધશે. સમજદારીથી કામ લેશો તો દિવસ શાંતિપૂર્ણ રીત પસાર થશે.
કર્કઃ- આજે આપના અધૂરા કામ પૂર્ણ થશે. ભવિષ્યને લઇને યોજના બનાવી શકો છો. સહકર્મીનો સહયોગ મળશે. મિત્રોની મદદ મળશે, ભાગ્ય સ્કોર 89 ટકા છે.
સિંહઃ- આજે જીવન સાથી સાથે મતભેદ રહેશે. ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહી શકશો. ભાગ્ય સ્કોર 61 ટકા રહેશે.
કન્યા- આજે કન્યારાશિએ વાણી પર સંયમ રાખવો.નહિ તો મતભેદ અને વિવાદના કારણે માનસિક તણાવ વધશે. ભાગ્ય પર ભરોસો રાખો અને આત્મવિશ્વાસથી કામ કરો.
તુલાઃ- આજનો દિવસ આપના માટે લાભકારક છે. ઉચ્ચ શિક્ષા માટે વિદેશ જવાની ઇચ્છા હોય તો બિલકુલ અનુકૂળ સમય છે. આજે કાર્યમાં પરિવર્તનન યોગ પણ છે.
વૃશ્ચિકઃ- આર્થિક સ્થિતિ મજબૂત બને છે. દિવસભર લાભના અવસર પ્રાપ્ત થશે. પરિવારમાં આનંદના મહોલના કારણે માનસિક શાંતિનો અનુભવ કરશો.
ધનુ- સાવધાની વર્તો, બિઝનેસમાં આર્થિક જોખમ ન ઉઠાવો, નુકસાન સહન કરવું પડશે, ગુસ્સા પર નિયંત્રણ રાખો.
મકર- મકર રાશિ માટે આજનો દિવસ સામાન્ય રહેશે. સંતાન સંબંધિત કોઇ મોટો નિર્ણય લઇ શકો છો. ભાગ્ય સ્કોર 71 ટકા રહેશે.
કુંભ- સ્વાસ્થ્ય પ્રત્યેની લાપરવાહી ભારે પડી શકે છે. પ્રવાસમાં જઇ રહ્યાં હો તો સ્વાસ્થ્યની પુરતી કાળજી લો. ઉતાવળમાં કોઇ કામ ન કરશો, નુકસાન થશે,
મીન- મીન રાશિ માટે આજનો દિવસ લાભકારી રહેશે. જે પણ કામ કરો પુરી યોજના સાથે કરશો તો સફળતા મળશે. વ્યવસાયમાં જો જોખમ ઉઠાવશો તો પણ લાભ જ થશે. બુદ્ધિનો ઉપયોગ કરીને આજે બધું જ મળેવી શકશો.