પંચાગ અનુસાર આજે માગશર સુદ તેરસ છે. આજે પ્રદોષ વ્રત છે. પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત છે. આજે ચંદ્ર વૃષભ રાશિમાં અને સૂર્ય ધન રાશિમાં છે. આજે કેટલીક રાશિના લોકોએ લેણદેણ મામલે સાવધાની રાખવાની જરૂર છે.
મેષઃ માનસિક રીતે ઉથલ પાથલ રહી શકે છે. મનમાં જો કારોબાર બદલવાનો વિચાર હોય તો નવા વર્ષથી શરૂઆત કરવી સારી રહેશે. કામ લટકાવાની કે ભૂલવાની આદતમાં સુધારો લાવવો જરૂરી છે.
વૃષભઃ આજના દિવસે આત્મવિશ્વાસ ઘટતો નજરે પડશે તો બીજી તરફ ટીમ વર્કમાં કામ કરવાના સારા પરિણામ મળી શકે છે. જમીન કે મકાન સાથે જોડાયેલો વિવાદ ચાલી રહ્યો હશે તો ખતમ થતો નજરે પડશે.
મિથુનઃ આજના દિવસે તમારા પ્રદર્શનની અસર પરિવાર અને કરિયર પર પડશે. ઘર અને બહારના કામથી તણાવ વધશે. કામ કાજ પૂરું કરાવા સંઘર્ષ કરવો પડી શકે છે. પરિવારની સ્થિતિ ખરાબ હોય તો સાથે મળીને આવકના નવા સાધનો શોધવાનો પ્રયાસ કરવો જોઈએ.
કર્કઃ આજના દિવસે બીજાની વાત સાંભળ્યા વગર તમારી રીતે નિર્ણય લો. સરકારી કામમાં આવેલી અડચણો દૂર થઈ શકે છે. કોઇપણ મોટો ફેંસલો લેતા પહેલા વડીલોનો અભિપ્રાય લો.
સિંહઃ આજના દિવસે નિયમ અને કાનૂનનું પાલન કરવું જરૂરી છે. બેદરકારી પર આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. જૂનો વિવાદ હોય તેમાં સમાધાનની શક્યતા છે. સંબંધો મજબૂત બની શકે છે.
કન્યાઃ આજના દિવસે સ્વયંને સકારાત્મક રાખીને નકારાત્મક વિચારોથી અંતર બનાવી રાખો. કાર્યસ્થળ પર સહકર્મીઓના કામકાજમાં હસ્તક્ષેપથી બચો. યુવા વર્ગે પોતાની ગુપ્ત વાતો કોઇ સાથે શેર ન કરવાની સલાહ છે.
તુલાઃ આજના દિવસે ભાવુકતાનો ત્યાગ કરીને માનસિક દ્રઢતાથી કામ કરવાની જરૂર છે. દાંપત્ય સંબંધોમાં સુધારો જોવા મળશે. રોકાણનો પ્લાન હોય તો જમીન શ્રેષ્ઠ વિકલ્પ છે. જીવનસાથીનું સન્માન કરો અને પોતાના નિર્ણયમાં તેમને સામેલ કરો.
વૃશ્ચિકઃ આજે રચનાત્મક કાર્યોમાં દિમાગ લગાવો. પડી જવાથી ગંભીર ઇજા થવાની શક્યતા છે. ઘરમાં તમારા પર મોટી જવાબદારી આવી શકે છે. આત્મવિશ્વાસથી ભરપૂર રહો.
ધનઃ આજના દિવસે ખુદને સંયમિત રાખવાની જરૂર છે. ગંભીર મુદ્દા પર ખૂબ વિચાર વિમર્શ કર્યા બાદ નિર્ણય લો. કોઇ પણ કામ માટે ઋણ લેવાની જરૂર હોય તો થોડું અટકવું લાભદાયી રહેશે.
મકરઃ આજે ખુદનું મૂલ્યાંકન તમારી યોગ્યતા અને ભવિષ્ય માટે સકારાત્મક પરિણામ આપનારું રહેશે. પરિવાર પ્રત્યે જવાબદારીની ભાવના સાથે તમામનો સહયોગ કરો.
કુંભઃ આજે અનેક દિવસોથી ચાલી આવતી પરેશાનીનું સમાધાન મળી શકે છે. સાસરી પક્ષ સાથે તાલમેલ બનાવી રાખવો. જીવનસાથી સાથે મતભેદમાં રાહતની સંભાવના છે. ઘરમાં પૂજા પાઠનું પ્લાનિંગ કરી શકો છો.
મીનઃ આ રાશિના લોકોની તબિયત આજે અચાનક બગડી શકે છે. માતૃ પક્ષથી કોઇ શુભ સમાચાર મળી શતે છે. બહેનના આશીર્વાદ આજે જરૂરી છે, તેથી તેને નારાજ ન કરો. પરિવારમાં પ્રેમ સ્નેહ બની રહેશે.
રાશિફળ 27 ડિસેમ્બરઃ મેષ, કન્યા, તુલા રાશિવાળા આજના દિવસે આ વાતોનું રાખો ધ્યાન, જાણો આજનું રાશિફળ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Dec 2020 07:34 AM (IST)
પંચાગ અનુસાર આજે માગશર સુદ તેરસ છે. આજે પ્રદોષ વ્રત છે. પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -