પંચાગ અનુસાર આજે માગશુર સુદ 14 છે. આજે ચંદ્ર વૃષભ રાશિમાં છે. આજના દિવસે શુભ યોગ બની રહ્યો છે. નક્ષત્ર રોહિણી છે. આજના દિવસે કેટલીક રાશિને લાભ પ્રાપ્ત થવાનો યોગ બની રહ્યો છે.
મેષઃ આજે આગળ આવીને જવાબદારી લેવાની જરૂર છે. કામકાજમાં સમર્પણ અને નિષ્ઠાવાન રહેવાથી માન સન્માન વધશે. ઘરમાં પ્રસન્નતાનો માહોલ રહેશે.
વૃષભઃ આજના દિવસે વ્યવહાર સંયમિત રાખવો. સ્વજનો સાથે સંવેદનહીનતા સંબંધોમાં ખટાશ લાવશે. ઘર પરિવારમાં સુખ શાંતિ માટે તમામ સાથે સારો વ્યવહાર કરવો.
મિથુનઃ આજે ઉતાવળમાં કોઇ ફેંસલો લેવાથી બચો. મનમાં ધારેલું ન થવાની શક્યતા છે. પરિવારમાં તમામ લોકો તમારાથી પ્રસન્ન રહેશે.
કર્કઃ આજે કામના ગુણ અને દોષને સારી રીતે પારખીને નિર્ણય કરો. વધારે વિચારવાથી બચો. લેણ દેણમાં માત્ર વડીલોનો સહયોગ મળશે. ઘરના વડીલોના અભિપ્રાય મહત્વપૂર્ણ સાબિત થશે.
સિંહઃ આજે મોટા ખર્ચા માટે માનસિક રીતે તૈયાર રહો. પરિવાર કે સગા સંબંધીઓને લઇ દુખદ સમાચાર મળવાની આશંકા છે.
કન્યાઃ આજના દિવસે કામનો બોજ તમારા પર જોવા મળી શકે છે. જેની અસર તમારા વ્યવહાર પર પડશે. ઘરમાં વડીલો સાથે કેટલોક સમય વીતાવો.
તુલાઃ આજે સકારાત્મક રહીને કઠોર પરિશ્રમ કરવાથી મનગમતું પરિણામ મળી શકે છે. ઈલેક્ટ્રોનિક સામાનની ખરીદી માટે શ્રેષ્ઠ દિવસ છે. ખોટા લોકોના સંગથી બચો.
વૃશ્ચિકઃ આજનો દિવસ કામકાજ સંબંધે ખૂબ શુભ અને સફળતાવાળો છે. જીવનસાથીને સહયોગ આપો. ઘરના વડીલનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
ધનઃ આજે ભવિષ્યનું પ્લાનિંગ કરી રહ્યા હો તો ચિંતા ન કરો. ખુદને સંયમિત રાખવાનો પ્રયાસ કરો. ટીમને સારી સલાહ અને માર્ગદર્શન આપી શકશો. તમામ સાથે પ્રેમ અને સ્નેહ જળવાઈ રહેશે.
મકરઃ આજના દિવસે બગડેલા કામની બાજી પાટા પર ફરતી દેખાશે. આઈટી સેક્ટર સાથે જોડાયેલો લોકોને નવા પ્રોજેક્ટ મળવાની સંભાવના છે. ઘરમાં કોઈના આવવાની મન પ્રસન્ન રહેશે.
કુંભઃ આજે નિર્ણયોના આધારે તમે સર્વશ્રેષ્ઠ સાબિત થઈ શકો છો. નોકરીમાં સારા પ્રદર્શનથી બોસની પ્રશંસા મળશે. સંપત્તિને લઇ વિવાદ અથવા વિભાજન થઈ શકે છે.
મીનઃ આજના દિવસે એક શ્રેષ્ઠ નાગરિક તરીકે યોગદાન આપવાની જરૂર છે. સરકારી નોકરી કે બેંકિંગ સેક્ટરમાં જોડાયેલા લોકો માટે સારો દિવસ છે.પરિવારજનો અને સંબંધીઓ સાથે અણબનાવની શક્યતા છે.
રાશિફળ 28 ડિસેમ્બરઃ આજે કઈ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન, જાણો આજનું રાશિફળ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Dec 2020 07:33 AM (IST)
આજના દિવસે શુભ યોગ બની રહ્યો છે. નક્ષત્ર રોહિણી છે. આજના દિવસે કેટલીક રાશિને લાભ પ્રાપ્ત થવાનો યોગ બની રહ્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -