ગાંધીનગર: અમદાવાદ શહેરમાં આવતીકાલથી ઠંડીનો ચમકારો વધશે. અમદાવાદમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે ઠંડીનો પારો 16.7 ડિગ્રી નોંધાયો છે. જયારે અમદાવાદમાં 28થી 30 ડિસેમ્બર સુધી તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની આગાહી કરાઇ છે. નલિયાનું લઘુતમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું છે. એક દિવસના વિરામ બાદ નલિયામાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે. ભુજનું તાપમાન 14.7 ડીગ્રી, કંડલા 13.6, કંડલાનું 14.6 ડિગ્રી નોંધાયું હતું.
રાજ્યભરમાં 28 અને 29 ડિસેમ્બરે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોરદાર રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલથી રાજ્યમાં કડકડતી ઠંડી પડી શકે છે. નલિયા 8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે.
હવામાન વિભાગે 28 અને 29 તારીખે રાજયમાં કોલ્ડવેવની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અને સુરેન્દ્રનગર, કચ્છ અને રાજકોટમાં કોલ્ડવેવની અસર જોવા મળી શકે છે.