આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ વદ  આઠમની તિથિ છે. આ તિથિને શીતળા આઠમ તરીકે ઓળખવામાં આવે છે. આજે ચંદ્ર ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે.ગ્રહોની ચાલ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે. આજે કેટલીક રાશિના જાતકોએ ધન અને સ્વાસ્થ્ય મામલે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.


Today Horoscope (આજનું રાશિફળ)


મેષ  (અ.લ.ઇ.) આજના દિવસે તમને જે વધારે ગમતું કામ હોય તેના પર ધ્યાન આપો. બોસ સાથે મહત્વપૂર્ણ બેઠક થઈ શકે છે.  પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે.


વૃષભ (બ.વ.ઉ.) :  આજના દિવસે તમામ સાથે તાલમેલ બનાવીને રાખજો. બેદરકારી ભારે પડી શકે છે. વેપારી લોકો કોઈ જાતના જોખમ વગર ધીરજ સાથે કામ કરે.


મિથુન  (ક.છ.ઘ.)  આજે દિવસે મગજ શાંત રાખીને કામ કરજો. નાની કે મોટી ઓફર આજના દિવસે મળે તો સ્વીકારી લેજો. જે સફળતાનું પ્રથમ પગથિયું બની શકે છે.


કર્ક  (ડ.હ.) આજના દિવસે ખર્ચ વધી શકે છે. જે લોકો સેનામાં સામેલ થવાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે સારો સમય છે. બેદરકારી ભારે પડી શકે છે.


સિંહ  (મ.ટ.)  આજના દિવસે માન-પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખી મૂળ સિદ્ધાંતોને ભૂલતા નહીં, ઘણા દિવસોથી લોન લેવાના પ્રયાસમાં હો તો આ ક્ષેત્રમાં કઇંક સફળતા મળતી જોવા મળી રહી છે.


કન્યા  (પ.ઠ.ણ.)  આજના દિવસે જૂના વિવાદો ઉકેલજો અને બીજી તરફ નવા સંપર્ક બનાવજો. સ્ટેશનરીનો વેપાર કરતાં લોકોને નફો થશે. સરકારી નોકરીનો પ્રયત્ન કરતાં લોકોને સારા સમાચાર મળી શકે છે.


તુલા   (ર.ત.)  આજના દિવસે કાર્યપ્રણાલી સુધારજો. નાના કામની પણ અવગણના ન કરતાં, જે ભવિષ્યમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પિતા સાથે વૈચારિક મતભેદ થવાની આશંકા છે.


વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે મહેનત કરવાથી પાછળ ન હટતાં, જે લોકો લોન લેવા પ્રયત્ન કરી રહ્યા હોય તેમણે આજથી પ્લાનિંગ શરૂ કરી દેવું જોઈએ. શક્ય હોય તો કોઈ ગરીબ મહિલાને ક્ષમતા મુજબ દાન કરો,


ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે સ્વાસ્થ્યને મહત્વ આપજો. તમારુ સ્વાસ્થ્ય ખૂબ જરૂરી છે. પરિવારમાં જો કોઈનો જન્મ દિવસ હોય તો ભેટ આપજો.


મકર  (ખ.જ.)  આજના દિવસે નોકરી શોધી રહેલા લોકોને સારું પ્લેસમેંટ મળી શખે છે. સામાજિક કાર્યોમાં ભાગ લેજો. માતાની સેવા કરવાનો મોકો મળે તો હાથથી ન જવા દેતા.


કુંભ  (ગ.શ.ષ.સ.)  આજના દિવસે મોસાળ પક્ષથી કોઈ અપ્રિય સમાચાર મળી શકે છે. પરિવારમાં જો કોઈ રિસાઈ ગયું હોય તો મનાવી લેજો.


મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે અટકેલા કામ બની શકે છે. લાભ મેળવવા ખોટો રસ્તો ન અપનાવતાં. શુભ સમાચાર મળવાની સંભાવના છે.