Somvati Amavasya 2021:Somvati Amavasya 2021: સનાતન ઘર્મમાં પૂર્ણિમા અને અમાસનું એક ખાસ મહત્વ હોય છે. કૃષ્ણપક્ષની અંતિમ તારીખે અમાસ આવે છે. જો આ અમાસ સોમવારે આવે તો તેને સોમવતી અમાસ કહેવાય છે. ચૈત્ર મહિનામાં સોમવતી અમાસ 12 એપ્રિલે છે. શું છે તેનું મહત્વ જાણીએ.. ચૈત્ર મહિને સોમવતી અમાસ 12 એપ્રિલ 2021 છે. સોમવારે અમાસ હોવાથી તેનું મહત્વ વધી જાય છે. આપણા ધર્મશાસ્ત્ર મુજબ સોમવતી અમાસે કરવામાં આવેલું દાન પુણ્ય અને પૂજાનું વિશેષનું મહત્વ છે. માન્યતા છે કે, સોમવતી અમાસે કરવામાં આવેલી પૂજા, ઉપવાસ, સ્નાન, દાનથી ઘરમાં સુખ,શાંતિ સમૃદ્ધિના આશિષ મળે છે.


 જાણો, સોમવતી અમાસનું શુભમુહૂર્ત


સોમવતી અમાસની તારીખ – 12 એપ્રિલ 2021 સોમવાર


સોમવતી અમાસની શરૂઆત- 11 એપ્રિલ 2021, દિવસ રવિવાર સવારે 06 કલાકને 03 મિનિટ


સોમવતી અમાસની સમાપ્તી- 12 એપ્રિલ 2021, દિવસ સોમવાર સવારે 8 વાગ્યા સુધી


 સોમવતી અમાસનું મહત્વ: પુરાણ મુજબ સોમવતી અમાસના દિવસે સ્નાન દાનની પરંપરા છે. આજના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે. જો ગંગા સ્નાન શક્ય ન હોય તો નદીમાં સ્નાન કરીને શિવ પાર્વતીની પૂજા કરવી.તુલસીજીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. સોમવતી અમાસે  તુલસીજીની પૂજા કરવી લાભદાયક માનવામાં આવે છે.


જો કુંડલીમાં પિતૃ દોષ હોય તો અમાસના દિવસે તર્પણ કરવાથી પિતૃના આશિર્વાદ મળે છે. પતિના દિર્ધાયુ માટે સુહાગન આજના દિવસે ઉપવાસ પણ કરે છે. સુખ સમૃદ્ધિ અને શાંતિના આશિષ મેળવવા માટે સોમવતી અમાસનો દિવસ ઉત્તમ માનવામાં આવે છે. સોમવતી અમાસમાં જે રીતે તુલસીજી અને પિતૃની  પૂજા અર્ચનાનું મહત્વ છે. તેવી જ રીતે સોમવતી અમાસમાં શિવ ઉપાસના સાધનાનું પણ મહત્વ છે. સોમવતી અમાસના દિવસે મહાદેવને જલાભિષેક કરીને વિશેષ પૂજન અર્ચન કરવાથી વિશેષ ફળ મળે છે. સોમવતી અમાસના દિવસે શિવ મંદિર જઇને દર્શન અવશ્ય કરવા, પીપળાને જળ અર્પણ કરવાથી પણ પિતૃ પ્રસન્ન થાય છે.