આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ સુદ એકમની તિથિ છે. આજે મીન સંક્રાંતિ છે. આજે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ રાશિ સહિત તમામ રાશિ માટે વિશેષ દિવસ છે.


Today Horoscope (આજનું રાશિફળ)


મેષ  (અ.લ.ઇ.): આજે ખુદને અપડેટ રાખજો. નોકરિયાત વર્ગને ઓફિસનું કામકાજ પૂરુ કરવામાં સમસ્યાઓ થઈ શકે છે. વિવાદિત મુદ્દા પર અભિપ્રાય આપતાં પહેલા વિચારજો.


વૃષભ (બ.વ.ઉ.) :  આજે તમારા સંબંધોમાં મજબૂતી આવશે. સાસરિયા તરફથી શુભ સમાચાર મળવાની સંભાવના છે. પરિવારમાં ગંભીર મુદ્દા પર તમારી સલાહને મહત્વ મળવાથી મન પ્રસન્ન રહેશે.


મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે મન વિચલિત થઈ શકે છે. કામમાં સમસ્યાઓ આવી શકે છે. પહેલાથી બીમાર લોકોના મનમાં નકારાત્મક વિચાર આવી શકે છે. મિત્રો સાથે ફોનથી સંપર્કમાં રહેજો.


કર્ક  (ડ.હ.) આજના દિવસે ઓફિશિયલ કામકાજની સાથે ધાર્મિક કાર્યોમાં પણ હિસ્સો લેજો. કોઈ જરૂરિયાતમંદની મદદ કરવી પડી શકે છે. ખુદને સક્રિય રાખજો અને તમામના સહયોગી બનવાનો પ્રયાસ કરજો.


સિંહ  (મ.ટ.)  આજના દિવસે પ્લાનિંગથી સફળતાથી આત્મવિશ્વાસમાં વધારો થશે. મનમાં ધાર્મિક વિચાર અને ઈશ્વર પર આસ્થાથી તમામ કામ પાર પડશે. કોઈ કાર્યક્રમમાં સામેલ થવાનો મોકો મળી શકે છે.


કન્યા  (પ.ઠ.ણ.)  આજે જે પણ કાર્ય કરશો તેમાં અસફળતા મળશે. આર્થિક તંગીથી બચવા માટે ખર્ચા પર નિયંત્રણ રાખજો. પરિવારમાં કોઇ સભ્ય તમારાથી નારાજ થયા હોય તો તેમને મનાવવા લાભદાયી રહેશે.


તુલા   (ર.ત.)  આજે તમને ધાર્યા મુજબ સફળતા નહીં મળે. કિંમતી વસ્તુઓ સંભાળીને રાખજો. કુળમાં કોઈ શુભ સમાચાર મનને પ્રસન્ન કરી શકે છે.


વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે મનોદશામાં સકારાત્મક બદલાવ આવશે. ટાર્ગેટ આધારિત કામ કરતાં લોકોએ સંપર્ક વધારવા પડશે.


ધન  (ભ.ધ.ફ.ઢ.) આજે કોઈ કારણોસર મૂડ ઓફ રહી શકે છે. તેમ છતાં વર્તનમાં સંયમ રાખજો. આર્થિક લાભની સ્થિતિ બની રહી છે. જમીન કે મકાન લેવાનું કામ કરી રહ્યા હો તો કામ થઈ શકે છે. નિર્ણય લેતા પહેલા પરિવાર સાથે ચર્ચા કરજો.


 મકર  (ખ.જ.)  આજના દિવસે પરિશ્રમથી સંતોષજનક પરિણામ મળશે તેથી કોઈ બેદરકારી દાખવતા નહીં. કામકાજ દરમિયાન અહંકારને વચ્ચે ન લાવતાં.


કુંભ  (ગ.શ.ષ.સ.)  આજે શુભ સમાચાર મળવાની સંભાવના છે. કામકાજને લઈ મિત્રો તરફથી સકારાત્મક સમાચાર મળશે. જેનો નજીકના ભવિષ્યમાં લાભ મળી શકે છે.


મીન (દ.ચ.ઝ.થ) આજે સમજ્યા વિચાર્યા વગર કોઇ વાતને આગળ ન વધારતાં. વ્યક્તિગત સંબંધો આજે ગાઢ બનશે. જૂના રોકાણથી આર્થિક લાભ થશે.