આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ સુદ પાંચમની તિથિ છે. ચંદ્ર મેષ રાશિમાં અને સૂર્ય મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે નક્ષત્ર ભરણી છે. ગ્રહોની ચાલ આજે તમામ રાશિ પર વિશેષ પ્રભાવ નાંખી રહી છે. આજનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
Today Horoscope (આજનું રાશિફળ)
મેષ (અ.લ.ઇ.): આજે વાણીનો પ્રભાવ બીજા પર ઉંડી છાપ છોડશે. તેથી સંયમિત અને વિનમ્ર રહો. કોઈ વ્ય્કિતની વાતો તમારા માન સન્માનને ઠેસ પહોંચાડી શકે છે.
વૃષભ (બ.વ.ઉ.) : આજનો દિવસૃ તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે પરંતુ પરિવારજનોના સાથથી બહાર આવી શકશો. ઓફિસમાં દિવસ સામાન્ય રહેશે. જમીન કે મકાનમાં રોકાણ કરવા ઈચ્છતા હો તો પ્લાનિંગનો યોગ્ય સમય છે.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે ખુદને સકારાત્મક બનાવી રાખવા માટે અધ્યાત્મ સાથે જોડવાનો પ્રયાસ કરો. કરિયર પ્રત્યે ફોક્સ વધારજો. કિંમતી સામાન ચોરી થવાની આશંકા છે.
કર્ક (ડ.હ.) આજના દિવસે સ્વાસ્થ્ય ઠીક ન હોય તો વધારે કામનું દબાણ ન લેતા. સ્વાસ્થ્ય અચાનક બગડી શકે છે.
સિંહ (મ.ટ.) આજના દિવસે કોઈ તમારું ખરાબ કરે તો નારાજ ન થતાં. ઓફિસમાં કામકાજ વધશે. કોઈ પૂજા પાઠ છૂટી ગઈ હોય તો શ્રીકૃષ્ણનું ધ્યાન ધરી ફરીથી શરૂ કરી શકો છો.
કન્યા (પ.ઠ.ણ.) આજે ક્રોધમાં આવીને પોતાનું નુકસાન ન કરાવી બેસતાં. ધાતુ કે સોના ચાંદીનો કારોબાર કરી રહેલા લોકો માટે સારો સમય છે. પરિવારજનોનું ધ્યાન રાખજો અને તેમની જરૂરિયાત પૂરી કરજો.
તુલા (ર.ત.) આજે બોસની કોઈ વાતને લઈ તમે નારાજ થઈ શકો છો. મિત્રો સાથે સારો વ્યવહાર કરજો નહીંતર નારાજ થઈ શકે છે.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે વ્યસ્ત રહેજો. ઓફિસમાં મુશ્કેલ કામ સોંપવામાં આવે તો કોઈ ખચકાટ ન અનુભવતાં. વડીલોને ઉંધો જવાબ આપવો મુશ્કેલીમાં નાંખી શકે છે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે અટકેલું ધન મળી શકે છે. નોકરીમાં મહત્વપૂર્ણ કાર્ય કરી શકો છો. કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હો તો મિત્રોનો સહયોગ મળશે.
મકર (ખ.જ.) આજે ધર્મ-કર્મ વધારવાની જરૂર છે. મન અશાંત હોય તો ધાર્મિક પુસ્તક વાંચજો. ઘરમાં માંગલિક પ્રસંગની રૂપરેખા બનશે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજે સમસ્યાઓથી ગભરાવાના બદલે તેનો સામનો કરો. પરિવારમાં કોઈ વિવાદ હોય તો મન દુખી ન કરતા. ધીરજ રાખીને વિવાદિત વિષય પર તમામ સાથે વિચાર વિમર્શ કરી સમાધાન શોધજો.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે માનસિક રીતે એક્ટિવ રહેવું પડશે. પરિવારમાં કોઈ વડીલનું બગડેલું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનો વિષય હોઇ શકે છે.