આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ સુદ ચૌદશની તિથિ છે. આજે ચંદ્ર સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો છે. શનિ અને ગુરુ મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. આજે ગ્રહોની ચાલ તમામ રાશિને પ્રભાવિત કરશે. આજના દિવસે ધન મામલે કેટલીક રાશિના જાતકોએ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.


Today Horoscope (આજનું રાશિફળ)


મેષ  (અ.લ.ઇ.) આજે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેજો. પ્લાનિંગ માટે સારો દિવસ છે. કોઈ ખરીદીનું મન બનાવી રહ્યા હો તો ઈએમઆઈનો વિકલ્પ લાભદાયી રહેશે. પરિવારમાં કોઈ સભ્ય મુશ્કેલીમાં હોય તો સહયોગ આપજો.


વૃષભ (બ.વ.ઉ.) :  આજના દિવસે પર્સનલ અને પ્રોફેશનલ કામકાજ કે સંબંધનું અંતર સમજીને કામ કરજો. ઓફિસમાં કોઈ જૂનિયર પૂરી મહેનત સાથે કામ કરે તો પ્રોત્સાહન આપજો. પરિવારમાં તમામનો સહયોગ મળશે.


મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે વડીલોના નિર્દેશોનું પાલન કરો. સમજાજમાં સીનિયર કે બોસની સલાહ લેવી ફાયદાકારક રહેશે. ઘરમાં વડીલો સાથે સંબંધ મધુર રહેશે.


કર્ક  (ડ.હ.) આજના દિવસે ફાલતુ ખર્ચથી બચજો. તમારી સકારાત્મક ઉર્જા અને સમર્પણને જોતાં ઓફિસમાં બોસ વધારે કામ સોંપી શકે છે. જીવનસાથી મતભેદ થયો તો વહેલી તકે ઉકેલજો.


સિંહ  (મ.ટ.)  આજના દિવસે અતિ આત્મવિશ્વાસથી બચજો. કાર્યસ્થળ પર તમામ સાથે સકારાત્મક વલણ અપનાવજો.


કન્યા  (પ.ઠ.ણ.)  આજે મૂડ ઓફ રહેવાથી કામ બગડી શકે છે. શક્ય હોય તો બિનજરૂરી વાતોની અવગણના કરો. પરિવારમાં આજે થોડો તણાવ ભર્યો માહોલ રહી શકે છે.


તુલા   (ર.ત.)  આજે તમારા પર નકારાત્મક ચીજો ભારે પડી શકે છે. તેથી ખુદને સકારાત્મક રાખવાનો પૂરો પ્રયાસ કરજો. ભાઈ સાથે થોડો વિવાદ થવાની આશંકા છે.


વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે કોઈપણ પ્રકારની આળસથી બચજો. સ્વાસ્થ્યને લઈ પેટ સંબંધિત પરેશાનીઓ વધી શકે છે. ખુદને તણાવમુક્ત રાખજો, તમામનો સહયોગ મળશે.


ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે દિમાગ પૈસા કમાવવાના નવા આઈડિયા શોધવા દોડશે. નોકરિયાત વર્ગને દિવસ મુશ્કેલ હોઈ શકે છે. જીવનસાથી સાથે થોડી દલીલ થઈ શકે છે.


મકર  (ખ.જ.)  આજના દિવસે જ્ઞાનનું બિલકુલ ઘમંડ ન કરતાં. આજે બોસ સાથે ચર્ટા થઈ શકે છે. પરિવારમા સારો માહોલ રહેશે.


કુંભ  (ગ.શ.ષ.સ.)  આજે તમે જેટલી મહેનત અને તપસ્યા કરશો તેટલો જ યથ વધશે. વેપારીઓ માટે સામાન્ય દિવસ રહેશે.


મીન (દ.ચ.ઝ.થ) આજે લાલચની પ્રવૃત્તિ તમને ભારે પડી શકે છે. ઓફિસમાં નવી વસ્તુ શીખવાનો પ્રયાસ મળશે. ઘરમાં કોઈ પૂજા પાઠ કે સાંસ્કૃતિક કાર્યક્રમ થવાનો યોગ જોવા મળી રહ્યો છે.